T20 વર્લ્ડ કપ રમવા આ પાકિસ્તાનીએ નિવૃત્તિ પાછી ખેચી કહે- દેશને મારી જરૂર છે

PC: PCB

આંતર-રાષ્ટ્રીય ક્રિક્રેટમાંથી સંન્યાસ લીધાના 4 જ મહિના પછી પાકિસ્તાનીના સ્પિન ઓલરાઉન્ડર ઇમાદ વસીમે PSLમાં ઇસ્લામાદ યૂનાઇટેડની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવ્યા પછી પોતે સન્યાંસમાંથી ફરી ક્રિક્રેટમાં વાપસીની જાહેરાત કરી છે. નિવૃતિમાંથી વાપસી કર્યા પછી ઇમાદ નેશનલ ટીમમાં પસંદગી માટે પોતે હાજર થયો છે. 35 વર્ષના આ ક્રિકેટરે નવેમ્બર 2023માં એવું કહીને સંન્યાસની જાહેરાત કરી હતી કે હવે સમય આવી ગયો છે કે તે વિદેશી લીગ મેચો રમવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.

ઇમાદ વસીમને પાકિસ્તાન સુપર લીગની નવમી સિઝનના એલિમિનેટર 2 અને ફાઇનલ મેચમાં પોતાની ફ્રેન્ચાઇઝી ઇસ્લામાબાદ યૂનાઇટેડ માટે કરેલા સારા પ્રદર્શનને આધારે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઇમાદે આ સિઝનની ફાઇનલમાં 23 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને તેની ઘાતક બોલિંગને કારણે તેની ટીમે વર્ષ 2018માં ફરીથી PSLની એ સિઝનનો ખિતાબ જીત્યો હતો.

પોતાના સન્યાંસમાંથી ક્રિક્રેટ વાપસીની નિર્ણય પછી ઇમાદે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તે ફરીથી પાકિસ્તાનની સેવા કરવા માંગે છે. તેણે કહ્યું કે, મેં પાકિસ્તાન માટે રમવા માટે મારું નામ બનાવ્યું છે અને જો મારા દેશને મારી જરૂર હશે તો હું હાજર રહીશ. જો જરૂર નહીં તો પણ મને કોઇ ફરક નહીં પડશે. ઇમાદે કહ્યું કે, મારી નિવૃતિ વખતે શાહીદે મને ફોન કર્યો હતો, પરંતુ તે વખતે મેં તેને કહ્યું હતું કે, PSL પછી વાત કરીશું.

પાકિસ્તાની પસંદગીકારો 25 માર્ચે કાકુલમાં આર્મી બેઝ પર એક ટ્રેનિંગ શિબિર માટે ખેલાડીઓના એક પૂલની જાહેરાત કરવાના છે. પસંદગીકારો આ બેચમાંથી એપ્રિલમાં ન્યૂઝીલેન્ડની સામે ઘરેલૂ T-20 સીરિઝ માટે ટીમની જાહેરાત કરશે. જો કે, જ્યારે ઇમાદે સંન્યાસની જાહેરાત કરી હતી ત્યારે એવી ચર્ચા હતી કે કેપ્ટન બાબર સાથેની મતભેદને કારણે ઇમાદે નિવૃતિની જાહેરાત કરી છે. અગાઉની PSL સિઝનમાં કરાચી કિંગ્સ વતી રમતી વખતે પણ ઇમાદ અને બાબર વચ્ચેના મતભેદો સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp