BCCIની મોટી જાહેરાત, રોહિત-વિરાટ સહિત ભારતના ટોચના ક્રિકેટરોને મળ્યો આ હુકમ
બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા, BCCIએ રાષ્ટ્રીય ટીમના ટોચના ખેલાડીઓ KL રાહુલ, શુભમન ગિલ, R અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલને આખી સીઝન કે થોડીક મેચ માટે દુલીપ ટ્રોફીમાં ભાગ લેવાનો હુકમ કર્યો છે. BCCI ઘરેલુ ક્રિકેટને પ્રાથમિકતા આપવા અને તમામ ખેલાડીઓને તેમાં ભાગ લેવા માટે ઘણા નક્કર પગલાં લઈ રહી છે.
મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને તે પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે કે, તેઓ તેમાં ભાગ લેવા માગે છે કે નહીં. ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા એકમાત્ર એવો ખેલાડી છે, જે ગેરહાજર છે કારણ કે તેણે પોતાની જાતને લાલ બોલના ક્રિકેટથી દૂર કરી છે.
જો કે, આંતરરાષ્ટ્રીય મેચમાં ઘણી વખત સતત અવગણના કરવામાં આવી હોવા છતાં, પસંદગીકારો ઇશાન કિશનને ચારમાંથી એક ટીમમાં સામેલ કરે તેવી શક્યતા છે. અહેવાલો સૂચવે છે કે, જસપ્રિત બુમરાહને પણ મુક્તિ આપવામાં આવશે અને મોહમ્મદ શમી, જે હજી સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે, તે પણ સ્પર્ધામાં ભાગ લે તેવી શક્યતા નથી.
આ નિર્ણય BCCI અને પસંદગીકારો દ્વારા સામૂહિક રીતે લેવામાં આવ્યો હતો, જેમાં નવા કોચ ગૌતમ ગંભીરનો અભિપ્રાય પણ સામેલ હતો. એક સૂત્રએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આપવામાં આવેલી છૂટ વિશે માહિતી આપતા કહ્યું કે, બંને સ્ટાર ખેલાડી વધુ પડતું કામ કરી રહ્યા છે. રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, તે તેના પર નિર્ભર કરે છે કે તેઓએ રમવું છે કે નહીં.
રોહિતે છેલ્લે 2021માં ડોમેસ્ટિક મેચ રમી હતી, જ્યારે કોહલીએ 2015 પછીથી કોઈપણ રાષ્ટ્રીય સ્તરની મેચમાં ભાગ લીધો નથી. સ્થાનિક સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ BCCIના ઘરેલુ મેચોમાં ખેલાડીઓ ન રમવાના મુદ્દાને ઉકેલવાના પ્રયાસોને અનુરૂપ છે. ગયા વર્ષે, બોર્ડે આ નીતિ હેઠળ શ્રેયસ અય્યર અને ઇશાન કિશનને કેન્દ્રીય કરારમાંથી બહાર રાખ્યા હતા. ચાર ટીમોની દુલીપ ટ્રોફી, એક બહુ-દિવસીય ફર્સ્ટ-ક્લાસ સ્પર્ધા, 5 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રમાશે.
આ સ્પર્ધામાં કોઈ નોકઆઉટ મેચ નહીં હોય. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને પુષ્ટિ કરી છે કે, બેંગલુરુનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ 5 સપ્ટેમ્બરથી શરૂ થનારી છ ચાર-દિવસીય રેડ-બોલ મેચોની પ્રથમ યજમાની કરશે. જોકે આંધ્ર પ્રદેશમાં અનંતપુર બહુ-દિવસીય ટુર્નામેન્ટનું સ્થળ બનવાનું હતું, પરંતુ આ વિશેષ ટુર્નામેન્ટ બેંગલુરુમાં શિફ્ટ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp