હાર્દિકની ગેરહાજરીમાં રોહિત નહીં પણ આ 3 ખેલાડીઓમાંથી કોઈ 1 બનશે MIનો કેપ્ટન
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને IPL 2024ની મીની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સથી મુંબઇ ઇન્ડિયન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાના આવતાની સાથે જ મુંબઈએ રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો હતો. જો કે આ સમયે હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. હકીકતમાં, હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશની ટીમ સામે રમતા ઈજાગ્રસ્ત થયો હતો, જેમાંથી તે હજુ સુધી સાજો થઈ શક્યો નથી. હવે કેટલાક અહેવાલો એમ કહી રહ્યા છે કે, હાર્દિક પંડ્યા કદાચ IPL 2024 સુધી ફિટ નહીં થઇ શકે એમ હોય એટલે કે તે આખી સિઝન રમી શકે નહીં. કેટલાક અહેવાલો એમ કહી રહ્યા છે કે, હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ છે અને આગામી અફઘાનિસ્તાન T20 શ્રેણી તેમજ IPL 2024નો ભાગ બનવા જઈ રહ્યો છે. જો કે, હવે સવાલ એ ઊભો થાય છે કે, જો ભારતીય ઓલરાઉન્ડર સમયની સાથે ફિટ નહીં થાય તો IPL 2024માં MIની કેપ્ટનશીપ કોણ કરી શકે? ચાલો તમને એવા 3 ખેલાડીઓનો પરિચય કરાવી દઈએ કે જે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં મુંબઈની કમાન સંભાળી શકે એમ છે.
ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી બોલર જસપ્રીત બુમરાહ પણ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં MIનો કેપ્ટન બની શકે છે. તેણે ઘણા પ્રસંગોએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ કરી છે. તેઓ 2013થી MI સાથે જોડાયેલા છે. તેણે IPLમાં 120 મેચમાં 145 વિકેટ લીધી છે.
મુંબઈ ઈન્ડિયન્સનો યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પણ લાંબા સમયથી IPLમાં ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો છે. ઈશાન કિશને તેના અંડર 19 દિવસ દરમિયાન કેપ્ટનશિપ પણ કરી છે. જ્યારે, જો મુંબઈ ઈન્ડિયન્સને યુવા અને આક્રમક કેપ્ટન જોઈએ છે, તો તેમની પાસે ઈશાન કિશન કરતાં વધુ સારો વિકલ્પ નથી. ઈશાન કિશને તેની IPL કરિયરમાં કુલ 91 મેચમાં 2324 રન બનાવ્યા છે.
વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ કેપ્ટનશિપ માટે સારો વિકલ્પ છે. તેણે હાલમાં જ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી T20 શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરી હતી. તેણે પોતાની કપ્તાની કુશળતાથી બધાને પ્રભાવિત કર્યા છે. સૂર્યકુમાર યાદવ પણ મુંબઈ ઈન્ડિયન્સનો જૂનો ખેલાડી છે. સૂર્યકુમાર યાદવે 2012થી IPLમાં 139 મેચમાં 3249 રન બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp