19મી સદીમાં સુરતના પારસી યુવાને અમેરિકનોને ક્રિક્રેટનું ઘેલું લગાડેલું
ICC T-20 વર્લ્ડકપ આ વખતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહી છે. અમેરિકામાં ક્રિક્રેટનો ક્રેઝ વધારવા માટે આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની જે ક્રિક્રેટ ટીમ છે એનો કેપ્ટન આણંદનો ગુજરાતી છોકરો મોનાંક પટેલ છે. પરંતુ તમને જાણીને લવાઇ લાગશે કે 19મી સદીમાં સુરતના એક પારસી ગુજરાતી યુવાને અમેરિકનોને ક્રિક્રેટનું ઘેલું લગાડેલું. એ પછી અમેરિકામાં ક્રિક્રેટ વિસરાઇ ગઇ હતી.
સુરતમાં 27 જુલાઇ 1878માં સુરતના પારસી યુવાન માણેકજી જમશેદજી ભુમગરાનો જન્મ થયો હતો. દાદા અને પિતાનો આર્ટ ડેકોરેશનનો ધંધો હોવાને કારણે માણેકજી અમેરિકા ગયા હતા અને ત્યાં તેમણે ક્રિક્રેટ કલ્બો શરૂ કરાવી હતી. માણેકજી લીગ મેચોમાં સ્પીન બોલ નાંખીને તરખાટ મચાવતા હતા. તેમણે અનેક શહેરોમાં ક્રિક્રેટ કલબો શરૂ કરાવી હતી. તે વખતે ટીવી કે સોશિયલ મીડિયો નહોતા, પરંતુ અખબારોમાં માણકેજીની ગાથાઓ છપાતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp