રિંકૂ સિંહે છેલ્લી બોલે છગ્ગો માર્યો! છતા ટીમને રન ન મળ્યા, જાણો શા માટે

PC: crickettimes.com

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 ટી20 મેચોની સીરિઝની પહેલી ગેઇમ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ જોશ ઈંગ્લિશની પહેલી સદીની મદદથી 3 વિકેટના નુકસાને 208 રન બનાવ્યા. ભારતને જીત માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવની 80 અને ઈશાન કિશનની હાફ સેન્ચ્યુરી ઈનિંગની મદદથી આ મેચ પોતાના નામે કરી. ભારત માટે મેચમાં ફરી એકવાર રિંકૂ સિંહે છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. જોકે તેનો આ છગ્ગો કાઉન્ટ થયો નહીં અને ટીમ ઈન્ડિયાના ખાતામાં આ રન આવ્યા નહીં.

ભારતને મેચથી છેલ્લી બોલ પર જીત માટે 1 રન જોઇતા હતા અને સ્ટ્રાઈક રિંકૂની પાસે હતી. રિંકૂ સિંહે આ બોલ પર છગ્ગો ફટકાર્યો અને ટીમને જીત અપાવી. જોકે આ રન રિંકૂ અને ભારતના ખાતામાં ગણાયા નહીં. કારણ કે આ નો બોલ હતી અને અમ્પાયરે જ્યારે ચેક કર્યું તો તે નૉબોલ નીકળી. એવામાં ભારતે ટેક્નિકલી 19.5 ઓવરમાં જીત માટે જરૂરી 209 રન બનાવી લીધા. જેને લીધે રિંકૂ સિંહ 14 બોલમાં 22 રન બનાવી અણનમ રહ્યો.

નિયમ અનુસાર, બેટ્સમેન દ્વારા કોઇ નૉ-બોલ પર રન બનાવવા પહેલા, ટીમના ખાતામાં નૉ-બોલનો વધારાનો રન જોડાઈ જાય છે. એવામાં ભારત એક્સ્ટ્રા રનથી મેચ જીતી ગયું. જો આ બીજી સ્થિતિ બની હોત તો ટીમના ખાતામાં કુલ 7 રન આવ્યા હોત. કારણ કે જીત માટે ભારતને માત્ર 1 રનની જરૂર હતી તો એવામાં છગ્ગો કાઉન્ટ થયો નહીં.

ICC MEN ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના નિયમ 16.5.1 અનુસાર, જેમ કે 16.1, 16.2 કે 16.3.1માં પરિભાષિત છે, મેચનું પરિણામ આવી જાય છે તો મેચ ત્યાં જ ખતમ થઇ જાય છે. ત્યાર પછી જે પણ થાય છે, તેને એનો ભાગ માનવામાં આવતો નથી. ક્લોઝ 41.17.2(પેનલ્ટી) રનને છોડીને.

મેચની વાત કરીએ તો પહેલીવાર નેશનલ ટીમની કેપ્ટન્સી કરી રહેલા સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની હાફ સેન્ચ્યુરીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયન ખેલાડી જોશ ઈંગ્લિશની સેન્ચ્યુરી પર પાણી ફેરવી દીધું અને મેચ પોતાના નામે કરી દીધી. પહેલી ટી20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવીને 5 મેચોની સીરિઝમાં 1-0થી આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp