ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

PC: twitter.com

ઝાંગઝૂ એશિયન ગેમ્સ 2023ની મહિલા ક્રિકેટ ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકન ટીમને હરાવીને ઇતિહાસ રચી દીધો. 25 સપ્ટેમ્બરના રોજ સોમવારે હરમનપ્રીત કૌરની ટીમ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ગોલ્ડ જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. શ્રીલંકાને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. ભારતીય મહિલા ટીમ બીજી વખત કોઈ મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં હિસ્સો બની. આ અગાઉ બર્મિઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ટીમને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.

એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટની ફાઇનલની વાત કરીએ તો પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ સ્ટેડિયમમમાં ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગેજ સિવાય આખી બેટિંગ ફ્લોપ રહી. 117 રનનો ટારગેટના જવાબમાં શ્રીલંકન મહિલા ક્રિકેટ ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 97 રન જ બનાવી શકી. પોતાની બીજી ઇન્ટરનેશનલ રમી રહેલી બંગાળની પેસર તિતાસ સાધુએ 4 ઓવરમાં 6 રન આપીને 3 વિકેટ લીધી.

ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરની વાપસી થઈ. બાંગ્લાદેશના પ્રવાસ પર ખરાબ વ્યવહારના કારણે તેના પર 2 મેચોનું બેન લાગ્યું હતું. ભારતીય મહિલા ટીમ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. તો શ્રીલંકન ટીમ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. એશિયન ગેમ્સની ત્રીજી વખત ક્રિકેટ હિસ્સો બની છે. વર્ષ 2010 અને વર્ષ 2014માં પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી. પાકિસ્તાનની ટીમ આ વખત બ્રોન્ઝ પણ ન જીતી શકી.

બાંગ્લાદેશે તેને બ્રોન્ઝ મેડલ મેચમાં હરાવી દીધી. મહિલા ક્રિકેટ ટીમના ગોલ્ડ જીત્યા બાદ હવે બધાની નજરો પુરુષ ક્રિકેટ ટીમ પર હશે. ઋતુરાજ ગાયકવાડની આગેવાનીવાળી ટીમ પણ ગોલ્ડની દાવેદાર છે. એશિયન ગેમ્સમાં ભારતીય નિશાનેબાજોએ પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ બાદ ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ભારતને બીજું ગોલ્ડ મેડલ અપાવ્યું છે.

ભારતના ખાતામાં અત્યાર સુધી 11 મેડલ આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે 19મી એશિયન ગેમ્સનું આયોજન ચીનના હાંગઝૂમાં થઈ રહ્યું છે, જે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર 2023 સુધી ચાલશે. આ દરમિયાન કુલ 40 રમતોની 482 સ્પર્ધાઓ થશે, જેમાં 45 દેશોના 10 હજારથી વધુ એથલીટ મેડલ માટે સ્પર્ધા કરશે. આ અગાઉ રવિવારે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળ્યું, જ્યારે નૌકાયનમાં પણ બે સિલ્વર અને એક બ્રોન્ઝ બેડલ સાથે ભારત પ્રતિયોગીતના પહેલા દિવસે કુલ 5 મેડલ જીતવામાં સફળ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp