કોણ છે W.V. રમન? ભારતીય ટીમના કોચ બનવાની રેસમાં ગંભીરને આપી રહ્યા છે ટક્કર

PC: mykhel.com

ભારતીય ક્રિકેટ ટીમને જલદી જ નવા કોચ મળવાના છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર આ રેસમાં સૌથી આગળ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)એ મંગળવારે તેમનું ઇન્ટરવ્યૂ લીધું. તેની સાથે સમાચાર સામે આવ્યા કે W.V. રમનનું પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે. એવામાં આવો જાણીએ કે કોણ છે W.V. રમન?

ચેન્નાઈથી સંબંધ ધરાવનારા રમન એક પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન છે. તેમનું ફર્સ્ટ ક્લાસ કરિયર વર્ષ 1982 થી વર્ષ 1999 સુધી ચાલ્યું, જ્યાં તેમણે તામિલનાડુનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ તામિલનાડુ માટે એક શાનદાર રન સ્કોરર હતા. તેમણે ફર્સ્ટ ક્લાસમાં 7939 રન બનાવ્યા. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 1988-89ના સત્રમાં આવ્યું, જ્યારે તેમણે 1018 રન બનાવ્યા, જે એ સમયનો રેકોર્ડ હતો. તેને અત્યાર સુધી માત્ર 15 અન્ય બેટ્સમેનોએ પાર કર્યો છે. એ સત્રમાં W.V. રમને 2 બેવડી સદી અને એક ત્રિપલ સેન્ચુરી મારી હતી.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં W.V. રમનની શરૂઆત શાનદાર રહી. તેમણે ચેન્નાઈમાં પોતાના ઘરેલુ મેદાન અપર વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પોતાની પહેલી જ મેચમાં 83 રન બનાવ્યા અને એક વિકેટ લીધી. વર્ષ 1992માં તેઓ દક્ષિણ આફ્રિકામાં વન-ડેમાં સદી બનાવનારા પહેલા ભારતીય બન્યા. જો કે, તેમનું ઇન્ટરનેશનલ કરિયર માત્ર 28 મેચોનું રહ્યું. તેમણે 11 ટેસ્ટમાં 24.89ની એવરેજથી 448 રન બનાવ્યા. તેમનો હાઈએસ્ટ સ્કોર 96 રહ્યો. તેમણે 4 અડધી સદી ફટકારી. તો 27 વન-ડેમાં 23.73ની એવરેજથી 617 રન બનાવ્યા. ટેસ્ટ અને વન-ડે બંનેમાં 2-2 વિકેટ લીધી.

ભલે તેમનું ઇન્ટરનેશનલ કરિયર નાનુ રહ્યું હોય, પરંતુ રમન લાંબા સમયથી ભારતીય કોચિંગ સર્કિટમાં છે. તમિલનાડુ (વર્ષ 2005-2007), બંગાળ (વર્ષ 2001-02 અને વર્ષ 2010-13)ના કોચ રહેવા સિવાય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વર્ષ 2013માં પંજાબ કિંગ્સ (PBKS)ના સહાયક કોચ અને વર્ષ 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બેટિંગ કન્સલ્ટેન્ટના રૂપમાં કામ કરી ચૂક્યા છે. વર્ષ 2015થી તેઓ નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp