ભારત- ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં ખેલાડીઓ ખીચડી, કઢી, થેપલા ખાશે

PC: sportsadda.com

ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીએ ગુજરાતના રાજકોટમાં રમાવવાની છે. આવતીકાલે ભારતની ટીમ રાજકોટ આવી જશે જ્યારે ઇંગ્લેંડની ટીમ 12 ફેબ્રુઆરીએ આવશે. બંને ટીમો માટે અલગ અલગ હોટલોની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં અત્યારથી ક્રિક્રેટ ફિવર છવાયો છે. 15 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશન સ્ટેડીયમ જેને ખંઢેરી સ્ટેડીયમ તરીકે પણ ઓળખવમાં આવે છે ત્યાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે મેચ રમાવવાની છે.3

ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની સીરિઝમાં અત્યાર સુધીમાં એક મેચ ભારત જીતી છે અને એક મેચ ઇંગ્લેંડની ટીમ જીતી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિસેયનના મેદાન પર રમાવવાની છે.

જાણવા મળેલી વિગત મુજબ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ 11 ફેબ્રુઆરીએ એટલે કે આવતી કાલે રાજકોટ આવી જવાની છે અને સયાજી હોટલમાં રોકાવવાની છે. ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે હોટલમાં પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોર્ચ્યુન હોટલમાં રોકાવવાની છે.

ટીમ ઇન્ડિયા જે હોટલમાં રોકાવવાની છે ત્યાં ટીમ માટે 70 જેટલાં રૂમ ફાળવવામાં આવ્યા છે અને કેપ્ટન અને હેડ કોચ માટે પ્રેસિડન્સિલ સ્યૂટ આપવામાં આવશે.

હોટલ સયાજીમાં ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ ફાળવવામાં આવશે.

હોટલના કહેવા મુજબ ખેલાડીઓને 13 ફેબ્રુઆરીએ ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. સવારે નાસ્તામાં સૌરાષ્ટ્રના ફેમસ ગાંઠીયા, જલેબી, થેપલાં આપવામાં આવશે. બપોરના ભોજનમાં સ્પેશિયલ ગુજરાતી થાળી અને રાત્રે રોટલાં, રોટલી, દહીં, ખીચડી, કઢી પિરસવામાં આવશે.

આ પહેલાં વર્ષ 2016માં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઇ હતી. હવે ફરી એક વખત રાજકોટમાં ટેસ્ટ મેચ હોવાને કારણે ક્રિક્રેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 28 રને હરાવ્યું હતું અને 5 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય ટીમ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના સ્પિનરો સામે ઝુકી ગઈ અને આખી ટીમ 202 રનમાં આઉટ થઈ ગઈ.

વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. જસપ્રીત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રવિચંદ્રન અશ્વિને ભારતને મેચ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જયસ્વાલે પ્રથમ દાવમાં 209 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp