INDvsAUS: ઓસ્ટ્રેલિયા પર ભારતનો દબદબો, જાણો ત્રીજા દિવસની ભારતની સ્થિતિ

PC: twitter.com/bcci

ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ એડિલેડ ઓવલમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયન બોલરોએ ટીમ ઇન્ડિયાને પ્રથમ ઇનિંગમાં 250 રને ઓલઆઉટ કરી દીધા હતા. ત્યાર પછી ભારતીય બોલરોએ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ પર પોતાનો દબદબો સાબિત કરતા 235 રનમાં તેમને ઓલઆઉટ કરી દીધા હતા. આમ ભારતીય ટીમને 15 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં બેટિંગ માટે ઉતારેલી ટીમ ઇન્ડિયાએ ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા સુધીમાં ૩ વિકેટે 151 રન બનાવી લીધા છે. હાલમાં અજિંક્ય રહાણે 1 રને અને ચેતેશ્વર પૂજારા 40 રને ક્રીઝ પર છે.

ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગમાં 235 રને ઓલઆઉટ કર્યા પછી ટીમ ઇન્ડિયાએ પોતાની બીજી ઇનિંગની ખૂબ સારી શરૂઆત કરી હતી. રાહુલે અને વિજયે પ્રથમ વિકેટ માટે 63 રન કર્યા હતા પરંતુ સ્ટાર્કે આ પાર્ટનરશીપને વધુ મજબૂત બને તે પહેલા જ તોડી દીધી હતી અને વિજયને 18 રને આઉટ કર્યો હતો. આમ ભારતની પ્રથમ વિકેટ પડી હતી.

ત્યાર પછી રાહુલે પૂજારા સાથે 13 રનની પાર્ટનરશીપ કરી કે હેઝલવૂડે રાહુલની વિકેટ લીધી હતી. રાહુલે આ ઇનિંગમાં 44 રન કર્યા હતા. ત્યાર પછી પૂજારા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ 71 રનની પાર્ટનરશીપ કરી ટીમના સ્કોરને 147 સુધી પહોંચાડ્યો હતો પરંતુ ત્યારે નાથન લિયોને કોહલીની વિકેટ લઈને ટીમ ઇન્ડિયાને ત્રીજો ઝટકો આપ્યો હતો.

ત્યાર પછી સ્ટમ્પસ સુધીમાં અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાએ ટીમના સ્કોરને 151 રન સુધી પહોંચાડ્યો હતો. હાલમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા કરતા 166 રન આગળ છે. આ ઇનિંગમાં સ્ટમ્પસ સુધીમાં ઓસ્ટ્રેલિયાના તરફથી મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને નાથન લિયોને 1-1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp