આ પૂર્વ ખેલાડીની સલાહ, સરફરાઝ ખાનને વન-ડે ટીમમાં મળવી જોઈએ જગ્યા

PC: BCCI

ઈંગ્લેન્ડ સામેની ધમાકેદાર જીત બાદ સરફરાઝ ખાનના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.ડેબ્યૂ ટેસ્ટમાં જ સરફરાઝે પોતાની છાપ છોડી દીધી છે. પૂર્વ ક્રિકેટરો સરફરાઝના ભરપેટ વખાણ કરી રહ્યા છે. ફેન્સ તો સરફરાઝને વન-ડે અને T20મા પણ સ્થાન આપવા માટે માગ કરી રહ્યા છે, ત્યારે પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ સરફરાઝને સપોર્ટ કર્યો છે અને તેમણે સલાહ આપી છે કે, સરફરાઝ ખાનને વન-ડે ટીમમાં શામેલ કરવો જોઈએ. માંજરેકરે કહ્યું હતું કે, સરફરાઝ ટીમ ઈન્ડિયામાં મીડલ ઓર્ડરમાં બેટ્સમેન તરીકે એક સારો વિકલ્પ બની શકે છે.

માંજરેકરે ટ્વીટર પર લખ્યું હતું કે મને લાગે છે કે, ભારતને 50 ઓવરના ક્રિકેટ માટે મિડલ ઓર્ડરમાં એક સારો વિકલ્પ મળી ગયો છે, જે મિડલ સ્ટેજમાં બેટિંગ કરી શકે છે અને સર્કલની અંદર 5 ફીલ્ડર્સમાં ફીલ્ડિંગમાં પમ પોતાનું યોગદાન આપી શકે છે, તે સરફરાઝ ખાન છે.

ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરનાર સરફરાઝના પિતાને આનંદ મહિન્દ્રાએ આપી મોટી ભેટ

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે અત્યારે રાજકોટમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે અને આ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાને પહેલી જ મેચમાં 62 રન ફટકારીને અનેક લોકોની પ્રસંશા મેળવી છે. હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઓટોમોબાઇલ જાયન્ટ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સરફારઝની બેટીંગથી પ્રભાવિત થઇને તેના પિતા માટે એક મોટી ભેટની જાહેરાત કરી છે.

આનંદ મહિન્દ્રાએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, હિમંત નહીં છોડતો બસ. સખત મહેનત, ધૈય અને હિંમત એ એક પિતા માટે એક બાળકને પ્રેરણા આપવા માટે આનાથી શ્રેષ્ઠ ગુણ કયો હોય શકે? એક પ્રેરણાદાયક માતા-પિતા હોવાના નાતે મારું સૌભાગ્ય અને સન્માન હશે કે નૌશાદ ખાન થારની ભેટ સ્વીકારે.

નૌશાદ ખાન સરફરાઝના પિતા છે. સરફરાઝે ઇંગ્લેંડ સામેની ટેસ્ટમેચમાં 48 બોલમાં 62 રન માર્યા હતા, પરંતુ એક ભૂલને કારણે તે રનઆઉટ થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp