ભારતીય ટીમની અનોખા અંદાજવાળી જીતથી ચોંકી ગયા ઇયાન બેલ, આ ખેલાડીના કર્યા વખાણ

PC: thecricketlounge.com

બાંગ્લાદેશી ટીમને 2 ટેસ્ટ મેચોની સીરિઝમાં હરાવીને ભારતીય ટીમે ઘરેલુ મેદાન પર સતત સૌથી વધુ ટેસ્ટ સીરિઝ જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ટીમનો દરેક ડિપાર્ટમેન્ટ પછી તે બેટિંગ હોય કે ફિલ્ડિંગ હોય કે પછી બોલિંગ, ભારતીય ટીમે દરેક પ્રકારે પોતાની પ્રતિભા દેખાડી છે અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અગાઉ એક શાનદાર ઈશારો કરી દીધો છે. ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન ઇયાન બેલનું માનવું છે કે ભારતીય ટીમ કોઈ રોમાંચક વસ્તુની કગાર પર ઊભી છે કેમ કે તેની પાસે બધા ફોર્મેટમાં શાનદાર બેન્ચ સ્ટ્રેન્થ છે.

તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમો માટે જોખમી છે. ભારતે ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) અને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યા બાદ હાલમાં જ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતે બીજી શ્રેણીની ટીમ સાથે હાંગ્જોમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. ઇયાન બેલે મંગળવારે IANSને કહ્યું કે, ‘ભારતની પ્રતિભા ઊંડાણના મામલે શાનદાર સ્થિતિમાં છે, એવું હંમેશાં થતું રહ્યું છે. તેઓ કોઈ રોમાંચક વસ્તુની કગાર પર ઊભા છે, જાહેર રૂપે ઓસ્ટ્રેલિયાને હરાવવી હંમેશાં મોટો પડકાર છે અને ઇંગ્લેન્ડને હરાવવી પણ.

તેમણે કહ્યું કે, મને લાગતું નથી કે તેમણે આટલા લાંબા સમયથી ઘરેલુ ટેસ્ટ સીરિઝ હારી છે. હું એ ઇંગ્લેન્ડની ટીમમાં હતો જેણે વર્ષ 2012માં ભારત વિરુદ્ધ ઘરેલુ મેદાન પર જીત હાંસલ કરી હતી. એટલે તે હવે ઘરથી બહાર રમે છે, જસપ્રીત બૂમરાહની આગેવાનીમાં સીમ બોલરો પાસે સંતુલિત ટીમ છે અને બધા આધાર વાસ્તવમાં કવર કરવામાં આવ્યા છે. ભારત મોટા ભાગના ફોર્મેટમાં 2 ટીમો ઉતારી શકે છે એ છતા દુનિયાભરમાં અવિશ્વનિય રૂપે સારું પ્રદર્શન કરી શકે છે. ઊંડાઈ ખૂબ સારી લાગે છે.

ભારતીય ટીમના હાલના ફાસ્ટ બોલિંગ આક્રમણ બાબતે વાત કરતા બેલે કહ્યું કે, જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ શમીના બધા ફોર્મેટોમાં બોલિંગ કૌશલ્યનાં વખાણ કર્યા અને પોતાની રમતના દિવસોમાં ઇંગ્લેંડમાં ઝહીર ખાનના કહેરને યાદ કર્યું. ઇંગ્લેન્ડ પૂર્વ ઓપનર બેટ્સમેને કહ્યું કે, ઝહીર ખાનનો સામનો કરવો એ વાસ્તવિક પડકાર હતો, તેમણે ઇંગ્લેંડમાં ડ્યૂક બૉલથી શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ બૂમરાહ, શમી અને જે પ્રકારે ખેલાડી હવે વિકસિત થઈ રહ્યા છે, તેને જોઈને ફાસ્ટ બોલિંગ વિભાગની વાસ્તવિક ઊંડાઇ ખબર પડે છે.

તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ કાનપુર ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતની આક્રમક બોલિંગની પણ પ્રશંસા કરી, કેમ કે તેમણે સૌથી ફાસ્ટ 50, 100, 150, 200, 250 રન બનાવવાના રેકોર્ડ બનાવ્યા. અનુભવી બેટ્સમેને કહ્યું કે, કાલે ભારતે જે પ્રકારે રમત રમી, એ જોવા લાયક હતી, પરંતુ મને જીતવાના પ્રયાસ કરવાનું તેમનું વલણ ખૂબ પસંદ આવ્યું. એટલા વરસાદ બાદ ડ્રો માટે રમવું ખૂબ સરળ હતું અને આજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની સુંદરતા છે. ફેન્સ ઇચ્છશે છે કે ભારત આ પ્રકારે રમે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp