ભારત-પાકિસ્તાન મેચ: શું હાર્દિકે ‘મંત્ર’ ફુંકીને ઇમામ ઉલ હકને આઉટ કર્યો?

PC: twitter.com

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર 14 ઓકટોબર, શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં હાર્દિક પંડયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેણે પણ આ વીડિયો જોયો તે ચોંકી ગયા છે. હાર્દિક પંડયાએ બોલ નાંખતા પહેલાં ‘મંત્ર’ ફુંક્યો હતો અને પછી પાકિસ્તાનના બેસ્ટમેન ઇમામ ઇલ હકની વિકેટ પડી ગઇ હતી. હાર્દિકના આ વીડિયોની ભારે ચર્ચા ચાલી રહી છે.  ભારતે આ મેચ આસાનીથી જીતી લીધી છે.

પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ ઈમામને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ કરાવીને પેવેલિયન ભેગો કરી દીધો હતો. પાકિસ્તાનનો ખેલાડી ઈમામ માત્ર 36 રન બનાવી શક્યો હતો. પાકિસ્તાનની ઇનિંગની 13મી ઓવરના ત્રીજા બોલ પર હાર્દિકે ઇમામને આઉટ કર્યો હતો. ઈમામને આઉટ કરતા પહેલા હાર્દિક બોલ સાથે કઇંક બોલતો નજરે પડયો હતો. એની બીજી જ બોલમાં હાર્દિકે ઇમામની વિકેટ ખેરવી નાંખી હતી.સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ લગાચાર રિએક્ટ કરી રહ્યા છે. ચાહકો હાર્દિક પાસે એ જાણવા માંગે છે કે આખરે તેણે ઇમામને આઉટ કરતા પહેલાં બોલ સાથે શું વાત કરી હતી. શું મંત્ર ફુંક્યો હતો. ફેન્સ એને લઇને અનેક મીમ્સ પમ બનાવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by ICC (@icc)

12.3 ઓવરમાં હાર્દિકે ટૂંક સમયમાં જ ભારતને સફળતા અપાવી હતી. ઇમામને ખરેખર પોતાની જાત પર ગુસ્સો આવતો હશે કે તેણે આવો શોટ કેમ રમ્યો. તે સેટ દેખાતો હતો. બોલ ઓફ સ્ટમ્પની બહાર તરફ જતો હતો. ઈમામે તે બોલ ફટકાર્યો. તેણે બેકફુટ પર ડ્રાઇવ કર્યો હતો. બોલ બેટના કિનારે લાગ્યો અને વિકેટ કીપર કે એલ રાહુલે એક આસાન કેચ ઝડપી લીધો હતો. આ વિકેટથી ભારતીય ચાહકો ઝુમી ઉઠ્યા હતા.

જો મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સિરાજે શફીકને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી, ત્યારબાદ હાર્દિકે ઈમામને આઉટ કર્યો હતો. તે જ સમયે, આજની મેચમાં ઇશાન કિશનની જગ્યાએ શુભમન ગિલને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાને પહેલી બેટીંગ કરીને 191 રન પર ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. તેની સામે ભારતે પાકિસ્તાનને પરાસ્ત કરી દીધુ હતું અને એકતરફી જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર બેટીંગ કરીને 85 રન ફટકારી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp