ભારત-પાકિસ્તાન મેચ ટિકિટની કિંમત રૂ.16 લાખ... આ જોઈ લલિત મોદીને આવ્યો ગુસ્સો

PC: alljobsforyou.com

ચારે તરફ ક્રિકેટ અને ફક્ત ક્રિકેટનો સંપૂર્ણ માહોલ છે. એક તરફ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) પોતાની ચરમસીમા તરફ આગળ વધી રહી છે, તો બીજી તરફ આવતા મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે વાતાવરણ તૈયાર થવા લાગ્યું છે. હવે, જ્યારે મોટાભાગના ચાહકો TV અથવા મોબાઇલ પર વર્લ્ડ કપનો આનંદ માણશે, ત્યારે એક મોટો વર્ગ અમેરિકા પહોંચીને મેચ જોવા માટે ઉત્સુક છે. ખાસ કરીને ભારતીય ચાહકોમાં પાકિસ્તાન (ભારત વિરુદ્ધ પાકિસ્તાન) સામે રમાનારી મેચ માટે ભારે ઉત્સાહ છે અને આ મેગા મેચની ટિકિટો કાળાબજારમાં એટલી ઊંચી કિંમતે વેચાઈ રહી છે કે, એકવાર આ વાત જાણીને તમે બિલકુલ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ બિલકુલ સત્ય છે. 2 જૂનથી શરૂ થનારી આ મેગા ઈવેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. આ દરમિયાન ન્યૂયોર્કમાં 8 મેચ રમાશે. જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહા સ્પર્ધાત્મક હરીફાઈ પણ સામેલ છે.

ICCએ આ અંગે ટિકિટો પણ બહાર પાડી છે, જેની કિંમત લાખોમાં છે. ICC અનુસાર, ડાયમંડ કેટેગરીની ટિકિટની કિંમત 20 હજાર ડૉલર (લગભગ 16.65 લાખ રૂપિયા) રાખવામાં આવી છે. આ જોઈને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને શરુ કરનાર લલિત મોદી ગુસ્સે થઈ ગયા છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ICCને અરીસો પણ બતાવ્યો.

હકીકતમાં, રાજકીય તણાવને કારણે, 2012થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ત્યારથી, આ બંને ટીમો ફક્ત ICC ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં સામસામે આવી રહી છે.

આ જ કારણ છે કે, ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાહકોમાં ક્રેઝ ઘણો વધી ગયો છે. આવી સ્થિતિમાં ICC પણ આનો ફાયદો ઉઠાવવા માંગે છે અને ટિકિટની કિંમત લાખો રૂપિયામાં રાખી છે. ICC અનુસાર, ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત 300 ડૉલર (લગભગ 25 હજાર)થી શરૂ થઈ છે.

લલિત મોદીએ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, 'આ જાણીને આઘાત લાગ્યો કે, ICC ભારત-પાકિસ્તાન મેચની ડાયમંડ ક્લબની ટિકિટ 20 હજાર ડૉલરમાં વેચી રહી છે. આ વર્લ્ડ કપ અમેરિકામાં આ રમતને પ્રોત્સાહન આપવા અને ચાહકોને જોડવા માટે યોજવામાં આવી રહ્યો છે, નફો કમાવવા માટે. 2750 ડૉલર (લગભગ રૂ. 2.28 લાખ)માં ટિકિટ વેચવી એ ક્રિકેટ નથી.'

અહીં તમને જણાવી દઈએ કે, જ્યારે અમે ICCની વેબસાઈટ પર જોયું તો 70 ટકા ટિકિટો (22 મે સુધી) વેચાઈ ચૂકી હતી, જેની કિંમત દર્શાવવામાં આવી નહોતી. ઉપલબ્ધ ટિકિટોમાં ડાયમંડ કેટેગરીની ટિકિટની કિંમત 10 હજાર ડૉલર (લગભગ 8.32 લાખ) રાખવામાં આવી છે. જ્યારે સૌથી ઓછી કિંમતની ટિકિટ 2750 ડૉલર (લગભગ રૂ. 2.28 લાખ) બતાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp