હાર તો મળી પણ સાથે ભારતીય ટીમને બે બીજા ઝટકા પણ લાગ્યા
ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો. દક્ષિણ આફ્રિકાએ પહેલી ટેસ્ટમાં ઇનિંગ અને 32 રનથી જીત હાંસલ કરી. આ હાર બાદ ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. ભારતીય ટીમ તો આ મેચમાં હારી જ પરંતુ, મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટીમને 340 વૉલ્ટનો ઝટકો આપ્યો છે. ICCએ ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે.
ICCએ મેચ બાદ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમે ધીમી ઓવર નાખી હતી. તેને જોતા ICCએ અનુચ્છેદ 2.22 હેઠળ ભારતના બધા ખેલાડીઓની મેચ ફીસમાં 10 ટકાની કપાત કરી છે. એટલું જ નહીં ICCએ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મળેલા 2 પોઈન્ટ પણ ઓછા કરી દીધા છે.
શું કહે છે નિયમ?
નિયમ અનુસાર જો કોઈ ટીમ એક ઓવર લેટ નાખે છે તો બધા ખેલાડીઓ પર મેચ ફીસનો 5 ટકા દંડ લગાવવામાં આવે છે, પરંતુ ભારતીય ટીમે 2 ઓવર લેટ નાખી એટલે ICCએ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો છે.
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્રમાં અત્યાર સુધી 3 ટેસ્ટ મેચ રમી ચૂકી છે, જ્યાં તેને એક મેચમાં જીત મળી છે, જ્યારે એક ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો એક ટેસ્ટ ડ્રો રહી છે. દક્ષિણ આફ્રિકાએ હાલના ચક્રમાં એક ટેસ્ટ મેચ રમી છે અને તેમાં જીત હાંસલ કરી છે. ભારતીય ટીમ આ હાર બાદ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25 પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર પહોંચી ગઈ છે. આ ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર હતી.
જો મેચની વાત કરીએ તો ભારતે ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં કે.એલ. રાહુલ (101), વિરાટ કોહલી (38) અને શ્રેયસ ઐય્યર (31)ની મદદથી 10 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકન ટીમે 408 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ભારતીય ટીમ માત્ર 131 રન પર જ ઢેર થઈ જતા દક્ષિણ આફ્રિકન ટીમે એક ઇનિંગ અને 32 રને જીત હાંસલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp