INDvsWI: વેસ્ટ ઇન્ડીઝના 311 રનના જવાબમાં રહાણે-પંતની ભાગીદારીથી ભારતના 308 રન

PC: twitter.com/bcci

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમી રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ ઇનિંગમાં 311 રને ઓલ આઉટ થઈ ગયી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 4 વિકેટના નુકસાને 308 રન બનાવી લીધા છે. અજિંક્ય રહાણે 75 અને રિષભ પંત 85 રન બનાવીને રમતમાં છે.

ભારત વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ઇનિંગના સ્કોરથી માત્ર ત્રણ રન પાછળ છે. આજના દિવસના અંત સુધીમાં પંતે 85 અને રહાણેએ 75 રન બનાવ્યા હતા. એક સમયે ભારતની ટીમ સંકટમાં જણાઈ રહી હતી પરંતુ રહાણે અને પંતે પાંચમી વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી ટીમને ઉગારી હતી. પંતે પોતાની ઇનિંગમાં અત્યાર સુધીમાં 120 બોલ રમીને 10 બાઉન્ડ્રી અને 2 સિક્સર ફટકાર્યા છે. રહાણેએ અત્યાર સુધીમાં 174 બોલ રમીને 6 બાઉન્ડ્રી ફટકારી છે. આ ઉપરાંત પૃથ્વી શોએ ઉમદા બેટિંગનું ફરીથી પ્રદર્શન કરીને 70 રનની લાજવાબ ઇનિંગ રમી હતી જ્યારે કે એલ રાહુલ ફરી એક વખત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલીએ પણ 45 રનની ઇનિંગ રમી હતી.

વેસ્ટઇન્ડીઝ તરફથી જેસન હોલ્ડરે 45 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત શેનન ગેબ્રીયલે 73 રન આપીને 1 વિકેટ લીધી હતી. જોમેલ વારીકને 76 રન આપીને 1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp