ભારતને મળી 34 વર્ષ બાદ મળી આ ટૂર્નામેન્ટની મેજબાની, 2027માં બાંગ્લાદેશમાં થશે
ભારતમાં વર્ષ 2025માં મેન્સ એશિયા કપનું આયોજન થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આગામી સીઝનની મેજબાની આપી છે. આગામી વર્ષે આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. ભારતને 34 વર્ષ બાદ એશિયા કપની મેજબની મળી છે. ભારતમાં છેલ્લી વખત 1990-91માં એશિયા કપ આયોજિત કરવામાં આવ્યો હતો, જે ચોથી સીઝન હતી. ભારતે ત્યારે કોલકાતામાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. વર્ષ 2027માં એશિયા કપ બાંગ્લાદેશમાં રમાશે. બાંગ્લાદેશમાં વન-ડે ફોર્મેટનો એશિયા કપ થશે.
ACCના ટેન્ડર ડૉક્યૂમેન્ટ મુજબ, મેન્સ એશિયા કપની આગામી સીઝનમાં 13 મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં 6 ટીમો (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન) ટ્રોફી માટે રમશે. છઠ્ઠી ટીમનું સિલેક્શન ક્વાલિફાઇંગ ઇવેન્ટના માધ્યમથી કરવામાં આવશે. જો કે, ભારતમાં એશિયા કપ ક્યારથી ક્યાં સુધી રમાશે તેની જાણકારી મળી શકી નથી. ACC અધિકારીઓ મુજબ, ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં થઇ શકે છે. ડૉક્યૂમેન્ટમાં પુરુષ અંડર-19 એશિયા કપનો પણ ઉલ્લેખ છે, જે વર્ષ 2024, 2025, 2026 અને વર્ષ 2027માં આયોજિત થશે.
ભારત એશિયા કપનો ચેમ્પિયન છે. ભારતે ગયા વર્ષે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી. ગયા વર્ષે એશિયા કપની મેજબાની પાકિસ્તાન પાસે હતી, જે હાઇબ્રીડ મોડલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતે પોતાની બધી મેચ શ્રીલંકામાં રમી હતી, જ્યારે પાકિસ્તાને કેટલીક મેચ પોતાના ઘર આંગણે રમી. ભારતનું 2027 સુધી ખૂબ બીઝી શેડ્યૂલ છે. ભારત આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ સાથે સીમિત ઓવરોની સીરિઝ રમશે. ફેબ્રુઆરી-માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી આયોજિત થવાની છે, જેની મેજબાની પાકિસ્તાન પાસે છે.
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવા પર અનિશ્ચિતતા બનેલી છે. ભારતીય ખેલાડીઓના માર્ચ થી મે સુધી IPL 2025માં વ્યસ્ત રહેવાની સંભાવના છે. ભારતીય ટીમ જૂન અને ઑગસ્ટમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે અને પછી બાંગ્લાદેશમાં 3 વન-ડે અને એટલી જ મેચોની T20 સીરિઝ રમશે. એવામાં એ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, એશિયા કપ જો સપ્ટેમ્બરમાં ન થયો તો ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સીરિઝ બાદ થઇ શકે છે. ભારતને બાંગ્લાદેશ સીરિઝ બાદ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp