#INDvsAFG: પ્રથમ દિવસના અંતે ભારતની સ્થિતિ મજબૂત, ધવન-મુરલીની સદી

PC: bcci.tv

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ અને ઐતિહાસિક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઊતરેલી ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં લંચ સુધીમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 158 રન કર્યા હતા. આ સમયે મુરલી વિજય 41 રન અને શિખર ધવન 104 રન બનાવીને રમતમાં હતા. ટીમ ઈન્ડિયા તરફથી ઓપનીંગમાં ઊતરેલી શિખર ધવન અને મુરલી વિજયની જોડીએ ભારતને શાનદાર શરૂઆત આપવી હતી.

લંચ સેસન પછી ભારતે તરત જ શિખર ધવનની વિકેટ 168 રને ગુમાવી હતી. ત્યાર પછી મુરલી વિજય અને લોકેશ રાહુલે બીજી વિકેટ માટે 112 રન કર્યા હતા. મુરલી વિજય સદી ફટકારીને 105 રન કરી આઉટ થયો હતો. રાહુલે હાફ સેન્ચુરી ફટકારી હતી. પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 6 વિકેટે 347 રન છે. ભારત તરફથી હાર્દિક પંડ્યા (10) અને રવિચંદ્રન અશ્વિન (7) રને રમતમાં છે. અફઘાનિસ્તાન તરફથી યમીન અહમદઝાઈએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું ને 2 વિકેટ લીધી હતી. જ્યારે વફાદાર, રાશિદ ખાન અને મુજીબ ઉર રેહમાને 1-1 વિકેટ લીધી હતી.

નોંધનીય છે કે આ ઐતિહાસિક ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેટલાંક મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ નથી રમી રહ્યા. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રહાણેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા રમી રહી છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ પણ આ મેચમાં નથી. સ્ટાર ખેલાડીઓ આ ટીમના ન હોવાથી અન્ય ખેલાડીઓ પાસે પોતાની પ્રતિભા દર્શાવવાની અને ઈંગ્લેન્ડ ટુરમાં પોતાની જગ્યા પાકી કરવા માટે ખૂબ સારી તક છે.

અફઘાનિસ્તાન માટે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં વિશ્વની નંબર 1 ટીમનો સામનો કરવાનો પડકાર છે. જોકે અફઘાનિસ્તાન પાસે મુજીબ ઉર રહેમાન, રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મોહમ્મદ શહઝાદ જેવા ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓ છે જે કોઈ પણ સમયે મેચની સ્થિતિ બદલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp