પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ કર્યા આટલા રન, ઇશાંત-હનુમાની 2-2 વિકેટ

PC: twitter.com/BCCI

ચાર ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઇન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયા વચ્ચે પર્થમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી.

મારકસ હેરિસ અને એરોન ફિન્ચે પ્રથમ વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી હતી. હેરિસે 70 અને ફિન્ચે 50 રનની ઇનિંગ રમી હતી. ત્યાર બાદ બેટિંગમાં આવેલો ખ્વાજા સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તે માત્ર 5 રન કરીને આઉટ થયો હતો. ખ્વાજાના આઉટ થવા પછી હેરિસ પણ વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો ન હતો અને ત્યાર પછી બેટિંગમાં આવેલા હેન્ડ્સકોમ્બે પણ 7 રન કરીને પોતાની વિકેટ ગુમાવતા એક સમયે ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં મૂકાઈ ગયું હોય તેમ લાગતું હતું.

જોકે શોન માર્શ અને ટ્રેવિસે ત્યાર બાદ બાજી સાંભળી હતી અને 84 રનની ભાગીદારી કરી હતી. ટ્રેવિસે 58 રન અને શોન માર્શે 45 રન કર્યા હતા. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 277 રન કર્યા હતા. ટીમ પેઈન 16 રન બનાવીને અને પેટ કમિન્સ 11 રન બનાવીને રમતમાં છે.

ભારત તરફથી ઇશાંત શર્માએ 35 રન આપીને 2 વિકેટ લીધી હતી. હનુમા વિહારીએ 53 રન આપીને 2 વિકેટ લીધી હતી જ્યારે જસપ્રીત બુમરાહે 41 રન આપીને 1 વિકેટ, ઉમેશ યાદવે 68 રન આપીને 1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp