1.46 કરોડ! આ કોઈ ઘરની કિંમત નહીં, હાઇવોલ્ટેજ મેચની માત્ર એક સીટની પ્રાઇઝ છે

PC: twitter.com

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બહુચર્ચિત હોય છે. ક્રિકેટ ફેન્સ આ મેચની કાગડોળે રાહ જુએ છે કે ક્યારે આ બંને ટીમોની મેચ થશે. જ્યારે પણ જાહેરાત થાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે તો દર્શકોનો પ્રયાસ રહે છે કે કોઈક પ્રકારે આ મેચની ટિકિટ મળી જાય. આ મેચની ટિકિટોનો મારામારી રહે છે. આ કારણે ટિકિટોની કિંમત આસમાન સ્પર્શે છે, પરંતુ આ વખત ન્યૂયોર્કમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે તેની એક સીટની કિંમત જાણીને તમે હેરાન રહી જશો.

આ સમયે T20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાનની મેચ થવાની છે. આ મેચ નસાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેમાં દર્શકોની બેસવાની ક્ષમતા લગભગ 34 હજાર છે. આ સ્ટેડિયમમાં એક સીટ 252 સેક્શનમાં 20મી લાઇનની સીટ નંબર 30. તમે વિચારી રહ્યા હશો કે માત્ર આ સીટની વાત જ કેમ? એ એટલે કેમ કે આ સીટની કિંમત 174,400 અમેરિકન ડોલર એટલે કે લગભગ 1.46 કરોડ રૂપિયા છે.

સામાન્ય રીતે આટલા મોંઘા બંગ્લા, કોઠી હોય છે, પરંતુ ભારત અને પાકિસ્તાન મેચનું ઝનૂન છે કે એક સીટની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે. જો કે, આ કિંમત ICC તરફરથી નથી. ઉલ્લેખનીય છે કે Stubhab પપમાં ટિકિટોને રિસેલ કરવામાં આવે છે અને અમેરિકામાં એ પૂરી રીતે કાયદેસર છે. અહી આ સીટની કિંમત 1.46 કરોડ રૂપિયા છે. એવું નથી કે જે તેને ખરીદશે તેણે એટલી જ કિંમત ચૂકવવી પડશે. આ સીટને લઈને ભાવ પણ કરાવી શકાય છે, છતા આટલી કિંમત રાખવી એ પણ એક સીટ માટે, હકીકતમાં હેરાન કરનારું છે.

આ મેચની ટિકિટોની ધૂમ માર્ચ-એપ્રિલથી છે અને તરત જ બધી ટિકિટ વહેચાઈ ગઈ હતી. ICCએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન મેચની ટિકિટોની માગ 200 ગણી છે. એ સમયે જે લોકોએ ટિકિટ ખરીદી લીધી છે, તેઓ હવે આ ટિકિટોને ફરી વેચી રહ્યા છે અને ભારે નફો કમાઈ રહ્યા છે. ખેર ભારત અને પાકિસ્તાનની પોઇન્ટ્સ ટેબલમાં સ્થિતિની વાત કરીએ તો ભારતે પહેલી મેચ આયરલેન્ડ સામે જીતી છે અને તે બીજા નંબર પર છે, જ્યારે પાકિસ્તાનને મોટા ઉલટાફેરનો સામનો કરવો પડ્યો. તેની પહેલી મેચમાં અમેરિકા સામે હારનો સમયનો કરવો પડ્યો છે, તે હજુ ખાતું પણ ખોલી શકી નથી. ખેર હવે જોવાનું એ રહેશે કે આજની મેચમાં કોણ બાજી મારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp