ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઇથી T20 સીરિઝ, ટીમ અને સમય વિશે જાણો
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઇથી 5 મેચોની T- 20 સીરિઝની શરૂઆત થવાની છે. જેમાં શુભમન ગીલ કેપ્ટન હશે. આ મેચમાં હાર્દિકં પંડ્યા નહીં હોય. રોહિત, વિરાટ અને જાડેજાએ T-20 ઇન્ટરનેશનલ મેચોમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.
6, 7,10, 13 અને 14 જુલાઇના દિવસે ઝિમ્બાબ્વેના હરારેમાં આ મેચો રમાવવાની છે. T- 20 વર્લ્ડકપની 15ની સ્કવોડમાં સામેલ શિવમ દુબે, સંજૂ સેમસન અને યશસ્વી જયસ્વાલ ત્રીજી મેચ પછી જોડાવવાના છે. પહેલી 2 મેચમાં તેમના સ્થાન પર સાંઇ સુદર્શન, જિતેશ શર્મા અને હર્ષિત રાણાને સ્થાન અપાયું છે. ભારતીય સમય મુજબ સાંજે 4-30 વાગ્યે આ મેચ સોની સ્પોર્ટસ ચેનલ પર પ્રસારિત થશે.
ટીમ ઇન્ડિયામાં શુભમન ગીલ ઉપરાંત રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, આવેશ ખાન,ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેસાઇ, સાંઇ સુદર્શન, જિતેશ શર્મા અને હર્ષિત રાણા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp