માઇકલ વોનની ભવિષ્યવાણી, આ 4 ટીમ પહોંચશે T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં

PC: twitter.com

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. બધા દેશની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. વર્લ્ડ કપ જીતવા માટે આમ તો તમામ ટીમો પોતાનું એડીચોટીનું જોર લગાવી દેશે, પરંતુ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે વર્લ્ડ કપ જીતવા માટે કંઈ ટીમ હોટ ફેવરિટ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારતની ટીમની સૌથી વધુ ચર્ચા ચાલે છે.

આ અંગે ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માઇકલ વોને પણ ભવિષ્યવાણી કરી દીધી છે કે કંઈ 4 ટીમ સેમિફાઈનલમાં જઈ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે, માઇકલ વોનની ભવિષ્યવાણીમાં ભારતની ટીમનું નામ જ નથી.

માઇકલ વોને પોતાની ભવિષ્યવાણીમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝની ટીમને સેમિફાઇનલની દાવેદાર ગણાવી છે.

આ 6 ભારતીય ખેલાડીઓ પહેલીવાર T-20 વર્લ્ડ કપમાં રમશે

T20 ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ, T20 વર્લ્ડ કપ, IPL 2024 પછી તરત જ રમાવાની છે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે કરશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળશે.

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બ્રુમરાહ અને મોહમ્મદ સિરાજ. જ્યારે રિર્ઝવમાં રિંકુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમ ઇન્ડિયાની જાહેરાત પરથી ખબર પડે છે કે પસંદગીકારોએ ટીમ ઇન્ડિયાના 6 ખેલાડીઓના નસીબના દરવાજા ખોલી નાંખ્યા છે. આ 6 ખેલાડીઓ પહેલી વખત T-20 વર્લ્ડકપમાં રમવાના છે.

યશસ્વી જયસ્વાલ છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. તે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. જયસ્વાલ એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો.

સંજુ સેમસને IPL 2024માં જોરદાર પ્રદર્શન કર્યું છે અને રાજસ્થાન રોયલ્સ ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે વર્તમાન સિઝનમાં 378 રન બનાવ્યા છે અને તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. સંજુએ અત્યાર સુધી ભારતીય ટીમ માટે 25 T 20 મેચોમાં 374 રન બનાવ્યા છે, જેમાં 77 રન તેનો શ્રેષ્ઠ સ્કોર છે.

શિવમ દુબેએ IPL 2024માં સારું પ્રદર્શન કર્યું છે. વર્તમાન સિઝનમાં તેણે અત્યાર સુધીમાં 350 રન બનાવ્યા છે. તે મિડલ ઓવરોમાં આક્રમક બેટિંગ કરે છે. તે કોઈપણ બોલિંગ આક્રમણની ધજ્જિયાં ઉડાવવાની ક્ષમતા ધરાવે છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં પણ રમતા જોવા મળશે.

યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ તે એક પણ મેચ રમી શક્યો ન હતો. પરંતુ આ વખતે તે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે 13 વિકેટ પોતાના નામે કરી છે. તે T20 વર્લ્ડ કપમાં પ્લેઈંગ ઈલેવનમાં રમવાનો મોટો દાવેદાર છે.

મોહમ્મદ સિરાજે વર્ષ 2017માં T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે T20 વર્લ્ડ કપ 2021 અને 2022માં રમી શક્યો નહોતો. પરંતુ આ વખતે પસંદગીકારોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમમાં તક મળી છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે.

કુલદીપ યાદવે ભારતીય ટીમ માટે 35 T20 મેચોમાં 59 વિકેટ લીધી છે અને તેની સ્પિનના જાદુથી બચવું સરળ નથી. તેની બોલિંગ ખાસ્સી કિફાયતી હોયછે. તેની પાસે દરેક તીર છે જેનાથી તે વિરોધી બેટ્સમેનોની વિકેટ લઇ શકે છે.T20 વર્લ્ડ કપ 2024માં સ્થાન મળ્યું છે અને તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp