કોહલીને જ કેપ્ટન રહેવા દેત તો...પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ ટીમને લગાવી ફટકાર

PC: thesportsrush.com

વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવાની છે. એવામાં એ જોવું રસપ્રદ રહેશે કે આ વખતે ભારતીય ટીમ ટ્રોફી જીતશે કે કેમ! વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ એશિયા કપ રમવાની છે. એશિયા કપમાં રમીને ભારતીય ટીમ વિશ્વ કપની તૈયારી કરશે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ ભારતીય ટીમને લઇ મોટી વાત કહી દીધી છે. પૂર્વ પાકિસ્તાની ખેલાડીનું માનવું છે કે, જો આ વખતે વર્લ્ડ કપમાં વિરાટ કોહલી કેપ્ટન હોત તો આ સમયે ભારતીય ટીમ વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોત.

પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ આવું એટલા માટે કહ્યું કારણ કે હાલના સમયમાં ભારતીય ટીમ વધારે પ્રયોગ કરી રહી છે અને અત્યાર સુધીમાં ટીમે પોતાની પરફેક્ટ 15ને લઇ કોઇ જાહેરાત કરી નથી.

એક યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા પૂર્વ પાકિસ્તાની ખેલાડી રાશિદ લતીફે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના બેટિંગની વાત કરીએ તો ટીમ મેનેજમેન્ટે મિડલ ઓર્ડરમાં ઘણા પ્રયોગો કર્યા છે. ટીમે હાલના દિવસોમાં 1 થી લઇ 7 બેટિંગ ઓર્ડર સુધી ઘણાં પ્રયોગો કર્યા છે. જેને કારણે હજુ સુધી ભારતીય ટીમના ખેલાડી સેટ થઇ શક્યા નથી. મને લાગે છે કે જો આ સમયે પણ કેપ્ટન વિરાટ કોહલી હોત તો અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે સેટ થઇ ગઇ હોત.

પોતાની વાત આગળ લઇ જાત પૂર્વ લતીફ કહે છે કે, એમાં કોઇ શંકા નથી કે પાછલા બે વર્ષોમાં ઘણાં ઉમેદવારોને કેપ્ટન્સી સોંપવાથી ભારતીય ટીમને કોઇ ફાયદો થયો નથી. જો તેમણે વિરાટ કોહલીને કેપ્ટન રહેવા દીધો હોત તો ભારત આ સમય સુધીમાં વર્લ્ડ કપ માટે 100 ટકા તૈયાર હોત.

જણાવીએ કે, ભારતમાં વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ વર્લ્ડ કપમાં ભારતની ટક્કર પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરના રોજ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp