એશિયન ગેમ્સમાં ભારતની ક્રિકેટ ટીમે નેપાળને હરાવ્યું, મેડલ નક્કી

PC: twitter.com/BCCI

એશિયન ગેમ્સ 2023માં મેન્સ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે નેપાળની ટીમને 23 રને હરાવી દીધી છે. યશસ્વી જયસ્વાલે આ મેચમાં સદી ફટકારી છે. રીન્કુ સિંહે પણ ડેથ ઓવર્સમાં સારું ફિનિશ કર્યું હતું. તો નેપાળની ટીમ 20 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 178 રન જ બનાવી શકી. ભારત તરફથી બોલિંગમાં રવિ બિશ્નોઈ અને આવેશ ખાને 3-3 વિકેટ લીધી. અર્શદીપ સિંહને પણ 2 વિકેટ મળી. ભારતે આ જીત સાથે જ સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ઉલ્લેખનીય છે કે મહિલા ક્રિકેટમાં ભારતીય ટીમે પહેલા જ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધું છે. મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકન ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. એશિયન ગેમ્સ 2023માં 3 ઓક્ટોબરના રોજ એથલેટીક્સમાં પણ ભારતને વધુ મેડલની આ હતી. ભારતીય મેન્સ ક્રિકેટ ટીમે આ જીત સાથે જ મેન્સ ક્રિકેટમાં વધુ એક ગોલ્ડ તરફ પગલું વધારી દીધું છે. પહેલી વખત એશિયન રમતોની ક્રિકેટ સ્પર્ધામાં ભારતીય પુરુષ ટીમની કેપ્ટન્સી કરનારા ઋતુરાજ ગાયકવાડે કહ્યું હતું કે, તેની કેપ્ટન્સીની પોતાની શૈલી છે.

મહિલા ટીમ બાદ હવે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ પણ ગોલ્ડ મેડલની દાવેદાર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમનારા ઋતુરાજ ગાયકવાડે કહ્યું હતચું કે, મેં ધોની પાસે ખૂબ શીખ્યું છે, પરંતુ દરેક વ્યક્તિની પોતાની શૈલી હોય છે. તેમની શૈલી અલગ છે. તેમની વિશેષતા અલગ છે અને મારી અલગ. હું તેમના જેવું કંઈક કરવાની જગ્યાએ પોતાની શૈલીથી રમીશ. પરિસ્થિતિનો સામનો કરવા અને ખેલાડીઓના યોગ્ય ઉપયોગને લઈને તેમની પાસેની શીખને હું જરૂર અમલમાં લાવીશ.

આ મેચ અગાઉ એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચની જવાબદારી નિભાવી રહેલા વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે, ચીનમાં ક્રિકેટ રમવાનો અનોખો અનુભવ હશે. અહી ખૂબ અલગ છે. અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ચીનમાં ક્રિકેટ રમીશું. આખી ટીમ માટે આ શાનદાર અવસર છે. એશિયન ગેમ્સમાં હિસ્સો લેવું ગર્વની વાત છે. ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે, ક્રિકેટમાં વર્લ્ડ કપ છે. IPL છે અને ઘરેલુ ટૂર્નામેન્ટ છે. અમે એ પ્રકારની હાલત અને માહોલના આદી છીએ, પરંતુ અહી ખેલગામમાં રહેવું, બીજા ખેલાડીઓને અને તેમના સંઘર્ષોને જાણવાનો અલગ અનુભવ છે. તેને બે-3 વર્ષ કે 4 વર્ષમાં રમવાનો અવસર મળે છે, અમને ખેલગામમાં મુલાકાત કરીને ખૂબ સારું લાગ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp