PM મોદીને મળી ટીમ ઈન્ડિયા, વીડિયો આવ્યો સામે, PMએ ટ્રોફી સાથે ફોટો પણ પડાવ્યો
આજે વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસથી ભારત પરત ફરી છે. સવારે દિલ્હીમાં ઉતરતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેઓ હોટેલમાં ગયા હતા, જ્યાં ઢોલ નગારા સાથે લોકોએ ટીમનું સ્વાગત કર્યું હતું. હોટેલથી ડાયરેક્ટ તેઓ પ્રધાનમંત્રીના ઘરે ગયા હતા અને PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
#WATCH | Indian Cricket team meets Prime Minister Narendra Modi at 7, Lok Kalyan Marg.
— ANI (@ANI) July 4, 2024
Team India arrived at Delhi airport today morning after winning the T20 World Cup in Barbados on 29th June. pic.twitter.com/840otjWkic
આ વીડિયોમાં જોવા મળે છે કે, બે બસમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ PM મોદીના ઘરે ગયા હતા, જ્યાં PM મોદીએ તેમની સાથે ચર્ચા કરી હતી અને ટ્રોફી સાથે ફોટો પણ પડાવ્યો હતો. PM મોદીને મળીને ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થઈ ગઈ છે, જ્યાં આજે ખૂલ્લી બસમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટ્રોફી સાથે વિજય સરઘસમાં ભાગ લેશે, ત્યાર બાદ વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.
T20 વર્લ્ડ કપની જીતમાં આ 4 ગુજરાતીઓએ રંગ રાખ્યો
બાર્બાડોઝમાં રમાયેલી T-20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતે સાઉથ આફ્રીકાને 7 રને હરાવી દીધું હતું. રોમાચંક અને દીલ ધડકાવનારી મેચમાં આમ જોવા જઇએ તો આખી ટીમનું જ યોગદાન રહ્યું, પરંતુ 4 ગુજરાતી ખેલાડીઓ મેચના ટર્નિંગ માટે મહત્ત્વના સાબિત થયા.
અક્ષર પટેલને ફાઇનલ મેચમાં 5મા નંબરે મોકલવામાં આવ્યો તો તેણે 47 રનની મહત્ત્વની ઇનિંગ એવા સમયે રમી જ્યારે મહત્ત્વની 3 વિકેટો પડી ગઇ હતી. હાર્દિક પંડ્યાની એક વિકેટે મોટો ટર્નિંગ આવ્યો. જ્યારે હેનરી કલાસેન જોરદાર બેટીંગ કરી રહ્યો હતો ત્યારે ક્લાસેનની વિકેટ લીધી હતી. એ એક મોટો ટર્નિંગ હતો.જશપ્રીત બુમરાહએ બીજ જ ઓવરમાં હેન્ડ્રીક્સને ક્લીન બોલ્ડ કરી નાંખ્યો હતો. બુમરાહ જ્યારે 16મી ઓવર નાખવા આવ્યો ત્યારે સાઉથ આફ્રીકાને 30 બોલમાં 30 રન કરવાના હતા, પરંતુ બુમરાહે માત્ર 4 જ રન આપ્યા અને 18મી ઓવરમાં યાન્સેનને આઉટ કરી દીધો.
ચોથા ગુજરાતી તરીકે BCCIના સેક્રેટરી જય શાહ છે, જેમણે ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને રમવા માટે ખુલ્લું મેદાન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp