દ્રવિડને રિપ્લેસ કરવા માગે છે આ ચેમ્પિયન કોચ, Ausને બનાવી ચૂક્યો છે T20 WC વિનર

PC: crictoday.com

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના હાલના હેડ કોચ જસ્ટિન લેંગર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની ભૂમિકાને લઈને ઉત્સુક છે. T20 વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. BCCIએ હાલમાં જ તેના માટે અરજીઓ મગાવી છે. લેંગરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ આ પદ માટે અરજી કરશે? આ સવાલ પર તેમણે કહ્યું કે, તેઓ ઉત્સુક છે. જો કે, સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય ટીમને કોચિંગ આપવાનું કોઈ સરળ કામ નથી.

મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે, 'હું ઉત્સુક છું. મેં તેની બાબતે ક્યારેય વિચાર્યું નથી. હું કોઈ પણ ઇન્ટરનેશનલ કોચનું ખૂબ સન્માન કરું છું કેમ કે હું દબાવ સમજુ છું, પરંતુ ભારતીય ટીમને કોચિંગ આપવાની એક અસાધારણ ભૂમિકા હશે. મેં આ દેશમાં જેટલી પ્રતિભા જોઈ છે, તેના આધાર પર એ રોમાંચક હશે. BCCI સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે જો રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ બન્યા રહેવા માગે છે તો તેમણે પણ અન્ય અરજીકર્તાઓની જેમ અરજી કરવી પડશે અને સિલેક્શન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

જો કે, એમ થવું અસંભવ લાગે છે. ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ બાદ જ્યારે કોન્ટ્રાક્ટ સમાપ્ત થયો હતો, ત્યારે પણ દ્રવિડ પદ પર બન્યા રહેવા માટે ઇચ્છુક નહોતા. તેમને અને તેમના આખા સહયોગી સ્ટાફને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, એ જોયા કે એ સમયે T20 વર્લ્ડ કપ મુશ્કેલથી 7-8 મહિના દૂર હતો. શાહે વિદેશી કોચની નિમણૂકની સંભાવનાના પણ સંકેત આપ્યા. ભારતીય ક્રિકેટના અંતિમ વિદેશી કોચ ડંકન ફ્લેચર હતા.

2014માં તેઓ પદ પરથી હટ્યા બાદ ભારતને 3 પૂર્ણકાલીન હેડ કોચ (બધા પૂર્વ ભારતીય ક્રિકેટર અને મોટા નામ) દેશી મળ્યા- અનિલ કુંબલે, રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડ. એ જોવાનું રસપ્રદ રહેશે કે શું તેઓ એક દશક કરતા વધુ સમય બાદ કોઈ વિદેશી કોચને ફરી નિમણૂક કરશે. જો અશોક મલ્હોત્રા, સુલક્ષણા નાયક અને જતીન પરાંજપેવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ આ માર્ગ પર જવાનો વિચાર કરે છે તો લેંગર કદાચ આદર્શ ઉમેદવાર હોય શકે છે.

લેંગર પાસે 105 ટેસ્ટનો વારસો છે, જેમાં તેણે 45ની એવરેજથી 7,696 રન બનાવ્યા છે. એ સિવાય તેમણે લગભગ 4 વર્ષો સુધી ઓસ્ટ્રેલિયન ટીમને સફળતાપૂર્વક કોચિંગ આપી છે અને વર્ષ 2018માં સેન્ડપેપરગેટ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની વાપસીના નાયક હતા. તેમના કાર્યકાળમાં ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2021માં પોતાની પહેલી T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી. લેંગરને T20 ફ્રેન્ચાઇઝી LSGને કોચિંગ આપવાનો અનુભવ છે. IPL ફ્રેન્ચાઇઝીન મુખ્ય કોચના રૂપમાં પોતાના પહેલા કાર્યકાળમાં લેંગરનું પ્રદર્શન મિશ્ર રહ્યું. LSG અત્યારે પણ પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરવાની રેસમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp