અમેરિકામાં ભારતીય ટીમે કરી ફરિયાદ, પ્રેક્ટિસ સેશનમાં મળેલી વસ્તુઓથી નાખુશ

PC: BCCI

અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં થનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના મોટા ભાગના સભ્ય રવિવારે અમેરિકા પહોંચી ગયા. ત્યારબાદ 2 દિવસ આરામ કર્યા બાદ બુધવારે સવારે ભારતીય ટીમના ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જો કે, આ દરમિયાન ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નજરે ન પડ્યો. તે જલદી જ ટીમ સાથે જોડાશે. સોશિયલ મીડિયા પર પ્રેક્ટિસ સેશન સાથે જોડાયેલી ઘણી તસવીરો સામે આવી હતી, તેમાં ઉપકેપ્ટન હાર્દિક પંડ્યા પણ નજરે પડ્યો હતો, જો કે, ઓફ ફિલ્ડ કારણોને લઈને ચર્ચામાં છે.

ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફ પ્રેક્ટિસ સેશન દરમિયાન મળેલી સુવિધાઓથી નાખુશ નજરે પડ્યો, જેની ફરિયાદ પણ કરવામાં આવી છે. બુધવારે ભારતીય ક્રિકેટ ટીમે વિરાટ કોહલી વિના T20 વર્લ્ડ કપ માટે પ્રેક્ટિસ સેશન સાથે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ભારતની બધી શરૂઆતી મેચ સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે એટલે સવારે ટ્રેનિંગ સેશનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, જાણકારી મળી છે કે કોચ રાહુલ દ્રવિડ કેન્ટિયાગ પાર્કમાં ટીમને આપવામાં આવેલી સુવિધાઓથી ખુશ નથી અને ટીમે તેની ફરિયાદ પણ કરી છે.

ભારતીય ટીમે ઉપસ્થિત 6 ડ્રોપ પીચોમાંથી 3નો ઉપયોગ કર્યો છે. ભારત શનિવારે (1 જૂનના રોજ) બાંગ્લાદેશ વિરુદ્ધ વોર્મઅપ મેચ રમશે અને ત્યાં સુધી કેન્ટિગ પાર્કની સુવિધાનો ઉપયોગ કરશે. ત્યારબાદ પણ ન્યૂયોર્કમાં ભારતીય ટીમ માટે એક માત્ર ટ્રેનિંગ કરવાની જગ્યા હશે કેમ કે તે પોતાની 4 ગ્રુપ મેચોમાંથી 3 પાકિસ્તાન, USA અને આયરલેન્ડ વિરુદ્ધ ન્યૂયોર્કમાં રમશે અને પછી કેનેડા વિરુદ્ધ અંતિમ મેચ માટે ફ્લોરિડા જશે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દૂબે, હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બૂમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

રિઝર્વ ખેલાડી: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન.

T20 વર્લ્ડ કપ 2024માં ભારતનું ગ્રુપ શેડ્યૂલ

ભારત વર્સિસ આયરલેન્ડ: 5 જૂન ન્યૂયોર્ક

ભારત વર્સિસ પાકિસ્તાન: 9 જૂન, ન્યૂયોર્ક

ભારત વર્સિસ USA: 12 જૂન, ન્યૂયોર્ક

ભારત વર્સિસ કેનેડા 15 જૂન, ફ્લોરિડા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp