દીપક ચહર છેતરાઈ ગયો, ઓનલાઇન કર્યો હતો ભોજનનો ઓર્ડર પણ...

PC: newsncr.com

દીપક ચહર લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર છે. જો કે, તેનું ઓવરઓલ પરફોર્મન્સ સારું રહ્યું છે. દીપક ચહર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમે છે. દીપક ચહર સાથે હાલમાં જ એક ફ્રોડ થઈ ગયું છે. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી શેર કરી છે. દીપક ચહરે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપથી ખાવાનું ઓર્ડર કર્યું હતું. પરંતુ તેના સુધી ખાવાનું પહોંચ્યું જ નહીં. દીપક ચહરે તેને લઈને કંપનીના સોશિયલ મીડિયા હેન્ડલને ટેગ કરીને ફરિયાદ પણ કરી છે.

દીપક ચહરે X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે ફૂડ ઓર્ડરની ડિટેલનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. દીપક ચહરે કેપ્શનમાં લખ્યું કે, 'ભારતમાં નવું ફ્રોડ. ખાવાનું ઓર્ડર કર્યું, પરંતુ ખાવાનું મળ્યું નહીં. કસ્ટમર સર્વિસને કોલ કર્યો તો તેણે કહ્યું કે, ખાવાનું ડિલિવર થઈ ચૂક્યું છે અને હું ખોટું બોલી રહ્યો છું. મને વિશ્વાસ છે કે ઘણા બધા લોકો આ પ્રકારની પરેશાનીનો સામનો કરતા હશે.' દીપક ચહરે ફૂડ ડિલિવર કરનારી કંપનીને X પર ટેગ પણ કરી છે.

એ કંપનીએ દીપકને જવાબ આપતા લખ્યું કે, 'હાઇ દીપક, અમે તમારા અનુભવને લઈને ખૂબ ચિંતિત છીએ અને કોઈ પણ અસુવિધા માટે માફી માગીએ છીએ. નિશ્ચિંત રહો, અમે એવા મુદ્દાને ગંભીરતાથી લઈએ છીએ અને જલદી જ તેનું સમાધાન કરીશું.'

દીપક ચહરે તેનો પણ જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે, 'ભૂખ માટે ખાવાની જરૂરિયાત હોય છે. તેના બદલામાં રિફન્ડ કરવાથી સમસ્યા સમાપ્ત નહીં થાય. દીપક ચહરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ભારત માટે 13 વન-ડે અને 25 T20 મેચ રમી છે. વન-ડેમાં તેણે 30.56ની એવરેજથી 16 વિકેટ લીધી છે, જ્યારે બેટથી તેણે 33.83ની એવરેજ અને 98.07ની સ્ટ્રાઈક રેટથી 203 રન બનાવ્યા છે. તો T20માં તેણે 24.1ની એવરેજથી 31 વિકેટ પોતાના નામે કરી છે અને બેટથી 26.5ની એવરેજ અને 189.29ની સ્ટ્રાઇક રેટથી 31 રન બનાવ્યા છે. તો IPLની 73 મેચોમાં 72 વિકેટ પોતાના નામે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp