‘ઇન્ડિયન જ હશે..’ ભારતીય ફેન સમજીને પાકિસ્તાની સાથે ઝઘડી પડ્યો રઉફ, જુઓ વીડિયો

PC: zeenews.india.com

બાબર આઝમની કેપ્ટન્સીવાળી પાકિસ્તાની ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજથી જ બહાર થઈ ગઈ છે. પાકિસ્તાની ટીમને લીગ સ્ટેજમાં અમેરિકન ટીમ સામે પણ હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ જ પાકિસ્તાની ટીમના ખેલાડીઓની ખૂબ નિંદા થઈ રહી છે. એવામાં ઘણા ખેલાડીઓ અત્યારે પાકિસ્તાન નહી જાય તેવા સમાચાર છે. વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ જ પાકિસ્તાની ખેલાડીઓની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લઈ રહી નથી કેમ કે બોર્ડ પણ ખેલાડીઓ પર એક્શન લેવાના મૂડમાં છે.

આ દરમિયાન પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફ એક અલગ જ વિવાદમાં ફસાતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઝપાઝપી પર આવી ગયો. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે, તેમા હારિસ રઉફ પોતાની પત્ની સાથે દેખાઈ રહ્યો છે. આ દરમિયાન તેની એક ફેન સાથે બહેસ થઈ જાય છે. આ બહેસની શરૂઆત કેમ થઈ અને મામલો ઝપાઝપી સુધી કેવી રીતે પહોંચી ગયો, તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, હારિસ રઉફ આચનક પોતાની પત્નીનો હાથ છોડાવીને ફેન તરફ મારવા દોડે છે. આ દરમિયાન કેટલાક લોકો વચ્ચે બચાવ કરે છે. હારિસ રઉફ જે ફેન સાથે ઝઘડો કરે છે, તેને કહેતો સાંભળી શકાય છે કે એક ફોટો માગ્યો છે ભાઈ. ફેન છું તમારો એક ફોટો માગ્યો છે. ત્યારબાદ બંને વચ્ચે બહેસ થતી દેખાઈ રહી છે. ત્યારબાદ હારિસ રઉફ પાછળ હટે છે અને ફેનને કહે છે આ તારું ભારત નથી. તેના જવબમાં ફેન તેને કહે છે કે હું પાકિસ્તાનથી છું. ત્યારબાદ હારિસ રઉફ કહે છે આ તારી આદત છે.

પાકિસ્તાની ખેલાડીઓનું ફેન્સ સાથેનું વર્તન એ દેખાડવા પૂરતું છે કે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનથી ખેલાડીઓમાં કયા પ્રકારે નિરાશા છે. બાબર આઝમની આગેવાનીવાળી ટીમને લીગ સ્ટેજમાં અમેરિકા અને ભારત સામેની હાર બાદ ટૂર્નામેન્ટથી જલદી બહાર થવાનું જોખમ આવી ગયું હતું. પાકિસ્તાનના સુપર 8માં પહોંચવા માટે જરૂરી હતું કે અમેરિકા પોતાની લીગ સ્ટેજની અંતિમ મેચમાં આયરલેન્ડ સામે હારી જાય, પરંતુ આ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ અને પાકિસ્તાનને બહાર થવું પડ્યું.

ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન કેનેડા અને આયરલેન્ડ વિરુદ્ધ મેચ જીતવામાં સફળ રહી. પોતાની આક્રમક બોલિંગ માટે જાણીતો રઉફ ટૂર્નામેન્ટ દરમિયાન 7 વિકેટ લેવામાં સફળ રહ્યો, પરંતુ પોતાની ટીમને સુપર 8 ચરણમાં ન પહોંચાડી શક્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp