પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતીને પરત ફર્યા કોચ, હવે ઘર પર બુલડોઝર ચાલવાનું જોખમ

PC: hindi.moneycontrol.com

ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં અકસ્માત બાદ દિલ્હીમાં ગેરકાયદેસર નિર્માણ સામે કાર્યવાહી તેજ થઇ રહી છે. જો કે, બુલડોઝર ચાલવાના જોખમને લઇને વિસ્તારના લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ દરમિયાન જાણકારી સામે આવી છે કે જે ઘરો પર દિલ્હી પ્રશાસન બુલડોઝર ચલાવવાની તૈયારી કરી રહ્યું છે, તેમાંથી એક ઘર રાષ્ટ્રીય પિસ્ટલ કોચ સમરેશ જંગનું પણ છે. ઉલ્લેખનીય છે કે સમરેશ જંગ હાલમાં જ પેરિસ ઓલિમ્પિક 2024થી દિલ્હી પરત ફર્યા છે.

પેરિસ ઓલિમ્પિકથી સ્વદેશ પરત આવવાના થોડા કલાકો બાદ સમરેશ જંગને હેરાન કરી દેનારા સમાચાર મળ્યા કે જે ઘરમાં તેમનો પરિવાર લગભગ 75 વર્ષથી રહે છે, એ એક ગેરકાયદેસર નિર્માણ છે. સમરેશ જંગને ઘર ખાલી કરવા માટે માત્ર 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે આ એક એવી સંપત્તિ હતી જેના પર અમે છેલ્લા 75 વર્ષથી રહીએ છીએ.

પેરિસ ઓલિમ્પિક 2024માં પિસ્ટલ નિશાનેબાજોએ ભારતના 3 મેડલમાંથી 2 મેડલ જીત્યા છે, જેમાં મનુ ભાકરે વ્યક્તિગત 10 મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સરબજોત સિંહ સાથે મળીને મિશ્રિત ટીમ વર્ગમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યું. પૂર્વ નિશાનેબાજ સમરેજ જંગે રાષ્ટ્રમંડળ રમત 2006 અને વર્ષ 2010માં 7 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ગોલ્ડફિંગર ઉપનામ હાંસલ કર્યું હતું.

પિસ્ટલ કોચ સમરેશ જંગે આખા મુદ્દા પર કહ્યું કે, વર્ષ 1978માં જમીન અને ઢાંચાને શ્રી સિંહને લીઝ પર આપવામાં આવ્યો હતો. ત્યારે તેમને અમે ભાડું આપી રહ્યા હતા. તેમને પેરિસથી ઘર પહોંચવાના એક કલાક બાદ જ આ બાબતે ખબર પડી. સમરેજ જંગે કહ્યું કે, હું કાયદાથી ઉપર નથી અને જો કાયદો એમ જ કહે છે તો હું ઘર ખાલી કરી દઇશ. પરંતુ 2 દિવસની નોટિસ આપવાની કોઇ રીત નથી. અમને ઘર ખાલી કરવા માટે ઓછામાં ઓછા થોડા મહિના તો આપો. તેમણે જણાવ્યું કે તેમની પાસે બીજું ઘર નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp