ઝીમ્બાબ્વેના પ્રવાસ માટે ભારતીય ટીમમાં કરવો પડી શકે છે બદલાવ, જાણો કારણ
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમે ઝીમ્બાબ્વેના પ્રવાસે જવાનું છે. 6 જુલાઈથી 5 મેચોની T20 ઇન્ટરનેશનલ સીરિઝ રમાશે. સીરિઝ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં 3 ખેલાડી એવા છે જે T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમના સ્ક્વોડમાં હતા. એ સિવાય 4 ખેલાડી ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ભારતીય ટીમ સાથે ગયા હતા. બેરિલ તોફાનના કારણે ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાયેલી છે. એવામાં ઝીમ્બાબ્વેના પ્રવાસ પર શિવમ દુબે, સંજૂ સેમસન, યશસ્વી જાયસ્વાલ, રિન્કુ સિંહ અને ખલીલ અહમદની ઉપલબ્ધતા પર સવાલ છે.
2 રિઝર્વ ખેલાડી શુભમન ગિલ અને આવેશ ખાન પહેલા જ ભારત આવી ચૂક્યા છે. 6 જુલાઇથી સીરિઝ ચાલુ થવાની છે, તો ટીમે પ્રવાસે 3 કે 4 જુલાઇ સુધી પહોંચવું પડશે. બાર્બાડોસમાં ફસાયેલી ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફને સ્વદેશ ફરવામાં 1-2 દિવસનો સમય લાગશે. સ્વદેશ ફરવા પર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સેલિબ્રેશન પણ થશે. એવામાં તેમાં ઝીમ્બાબ્વે પ્રવાસ પર જવાને લઈને સસ્પેન્સ બન્યું છે. આ સીરિઝમાં યુવા IPL સ્ટાર્સ, અભિષેક શર્મા, ધ્રુવ જૂરેલ, રિયાન પરાગ અને તુષાર દેશપાંડેને પહેલી વખત સીનિયર ટીમમાં જગ્યા મળી છે.
ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઇજાના કારણે ટીમથી બહાર થઈ ગયો અને BCCIએ તેની જગ્યાએ શિવમ દુબેને ટીમમાં સામેલ કર્યો છે. રાહુલ દ્રવિડ હેડ કોચ પદ પરથી હટ્યા બાદ વી.વી.એસ. લક્ષ્મણ વચગાળાના કોચ તરીકે ટીમ સાથે ઝીમ્બાબ્વે જશે. સિરીઝની બચી મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.
ઝીમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિન્કુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.
ભારત સામેની T20 સીરિઝ માટે ઝિમ્બાબ્વેની ટીમ:
સિકંદર રઝા (કેપ્ટન), અકરમ ફરાજ, બેનેટ બ્રાયન, કેમ્પબેલ જોનાથન, ચતારા તેન્ડાઇ, જોંગવે લ્યૂક, કેયા ઇનોસેન્ટ, મંડાડે ક્લાઇવ, મધાવેર વેસ્લી, મારૂમની તાદિવાનાશે, મુજારબાની બ્લેસિંન્ગ, માયર્સ ડાયોન, નકવી અંતુમ, નગારવા રિચર્ડ, લાયન મિલ્ટન, માસકાદ્જા વેલિંગટન, માવુતા બ્રેન્ડન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp