આસિસ્ટન્ટ કોચે આવતા જ ભારતીય ટીમના બેટ્સમેનોની સૌથી મોટી ઉણપનો કર્યો ખુલાસો
એક સમય હતો જ્યારે સ્પિન રમવાની કુશળતાના કારણે ક્રિકેટ જગતમાં ભારતીય બેટ્સમેનોનો ડંકો વાગતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના બેટ્સમેન સ્પિન વિરુદ્ધ સંઘર્ષ કરતા નજરે પડી રહ્યા છે. હાલમાં જ શ્રીલંકાના પ્રવાસ પર બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. વન-ડે સીરિઝમાં શ્રીલંકાએ ભારતીય ટીમને 2-0 થી હરાવી. આ સીરિઝમાં શ્રીલંકન સ્પિનરોએ ભારતીય ટીમની 27 વિકેટ લીધી. આ પ્રકારે શ્રીલંકાએ વન-ડેમાં 27 વર્ષ બાદ ભારત સામે સીરિઝ જીતવામાં સફળ રહી.
આ દરમિયાન ભારતીય ટીમના આસિસટેન્ટ કોચ રેયાન ટેન ડોશેટે સ્વીકાર્યું કે વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કરવાની ક્ષમતાએ ભારતીય બેટ્સમેનોની સ્પિન રમવાની ક્ષમતાને ઓછી કરી દીધી છે. સાથે જ તેમણે કહ્યું કે, તેમનું સૌથી પહેલું કામ ઘરેલુ મેદાન પર 5 ટેસ્ટ મેચોથી પહેલી ટીમને ફરી સ્પિન રમવાની કુશળતા બનાવવા પર છે. તેમણે ટોકસ્પોર્ટ ક્રિકેટ સાથે વાતચીત કરતા કહ્યું કે, ભારતીય ટીમને શ્રીલંકા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો. ભારતની માનસિકતા એવી છે કે તે વિદેશમાં સારું પ્રદર્શન કરવા માટે ખૂબ ઉત્સુક છે.
તેમણે કહયું કે, ભારતીય ટીમનું ધ્યાન ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેંડમાં સારું પ્રદર્શન કરવા પર છે. ભારતીય બેટ્સમેનોએ સ્પિન રમવાનું છોડી દીધું છે જે હંમેશાં ભારતીય ટીમની તાકત રહી છે. આ જ કારણ છે કે ટીમ થોડી પાછળ રહી ગઇ. આ એક એવી વસ્તુ છે જેને કરવા માટે તે ઉત્સુક છે જેથી ટીમ એ સ્થિતિમાં પહોંચી શકે, જ્યાં તે પહેલા હતી. તેમણે માન્યું કે, તેઓ ભારતીય ટીમને ફરીથી દુનિયામાં સ્પિન વિરુદ્ધ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓવાળી ટીમ બનાવવા માગે છે.
ભારતીય ટીમે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે ઘરેલુ મેદાન પર 5 ટેસ્ટ મેચ રમવાની છે. આ બંને જ ટીમો પાસે સારા સ્પિનર છે. દુનિયાભરમાં કોચિંગનો સારો અનુભવ રાખનારા નેધરલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર રેયાન ટેન ડોશેટે કહ્યું કે, સ્પિન રમવાની ટેક્નિકમાં બદલાવ લાવવાની જગ્યાએ માનસિક બદલાવ લાવવા બાબતે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp