ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પર્થમાં થશે પહેલી ટેસ્ટ, જાણો ક્યાં થશે 5 મેચ?

PC: twitter.com/CricketBA56

ભારતના ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ આ વર્ષે નવેમ્બરના અંતમાં શરૂ થશે. આ દરમિયાન પર્થમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાશે. બંને દેશ વચ્ચે થનારી આ સીરિઝની ફેન્સ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ મુજબ, એડિલેડ, બ્રિસ્બેન, મેલબર્ન અને સિડનીને પણ હાઇ પ્રોફાઇલ પ્રવાસના વેન્યૂના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ મુજબ, એડિલેડ સીરિઝની બીજી ટેસ્ટ મેચની મેજબાની કરશે અને આ એક ડે-નાઇટ મેચ હશે. ત્યારબાદ ત્રીજી મેચ બ્રિસ્બેનમાં રમાશે.

તો મેલબર્ન બોક્સિંગ ડે ટેસ્ટની મેજબાની કરશે. નવા વર્ષની ટેસ્ટ મેચ સિડનીમાં થશે. જો કે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટે અત્યાર સુધી પોતાની આગામી સીરિઝના શેડ્યૂલને અંતિમ રૂપ આપ્યું નથી. માર્ચના અંત સુધીમાં શેડ્યૂલની તારીખોની જાહેરાત થઈ શકે છે. આમ 2024-25નો ભારતનો ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ 1991-92 બાદ પહેલી વખત હશે, જ્યારે બંને ટીમો 5 મેચોની ટેસ્ટ સીરિઝ એક-બીજા વિરુદ્ધ રમશે. ઓસ્ટ્રેલિયાએ ત્યારે ભારતીય ટીમને 4-0ના અંતરથી સીરિઝ હરાવી હતી.

આમ ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ છેલ્લી 4 ટેસ્ટ સીરિઝમાં હાવી રહી છે. છેલ્લી 4 ટેસ્ટ સીરિઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી છે. તેમાં ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતની 2 બેક ટૂ બેક ટેસ્ટ સીરિઝ જીત સામેલ છે. 2018-19 અને 2020-21 બને જ અવસરો પર ઓસ્ટ્રેલિયન ટીમને ભારતી ટીમે 2-1ના મોટા અંતરથી હરાવી હતી. ભારતના ઓસ્ટ્રેલિયાના પાછલા પ્રવાસોમાં તેણે એડિલેડમાં ખરાબ શરૂઆત બાદ શાનદાર વાપસી કરી હતી.

એડિલેડમાં ભારતીય ટીમ 36ના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તત્કાલીન કેપ્ટન કોહલીની ગેરહાજરી છતા ત્યારે ભારતીય ટીમે અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં શાનદાર અંદાજમાં વાપસી કરી હતી. સિડની ટેસ્ટ બચાવવ માટે સંઘર્ષ કરવા અગાઉ ભારતે મેલબર્નમાં 1-1ની બરાબરી હાંસલ કરી અને બ્રિસ્બેનમાં 3 વિકેટથી યાદગાર જીત હાંસલ કરી હતી. ભારતે હાલની ICC WTC રાઉન્ડમાં એક પણ સીરિઝ હારી નથી.

2 વખત WTC રનર્સઅપ ટીમે આ નવા રાઉન્ડના પોતાના અભિયાનની શરૂઆત ગયા વર્ષે વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસથી કરી હતી. ત્યાં તેણે 1-0થી જીત હાંસલ કરી. ત્યારબાદ ટીમે 2 ટેસ્ટ મેચોની વધુ એક સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો. જ્યાં શરૂઆતી મેચ હાર્યા બાદ ભારતીય ટીમે સીરિઝ 1-1થી ડ્રો કરાવી હતી. પછી રોહિત બ્રિગેડે હાલમાં જ ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડને 4-1થી હરાવી અને વર્તમાનમાં તે WTC પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર કાયમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp