ઝિમ્બાબ્વે સામે સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત, કોહલી, સૂર્યા, પંડ્યાને આરામ

PC: BCCI

T20 વર્લ્ડ કપના મહામુકાબલા વચ્ચે ઝિમ્બાબ્વે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે 5 મેચોની T20 સીરિઝ રમવાની છે, જેના માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ઝિમ્બાબ્વે સામેની ભારતીય ટીમની કપ્તાની શુભમન ગીલને સોંપવામાં આવી છે. હાલના વર્લ્ડ કપ સ્ક્વોડના 15 ખેલાડીઓમાંથી 13 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, વર્લ્ડ કપ સ્ક્વોડમાંથી ફક્ત યશસ્વી જૈસવાલ અને સંજુ સેમસનને જ પસંદ કરવામાં આવ્યા છે.

ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની સીરિઝની ટીમની વાત કરીએ તો ટીમમાં શુભમન ગીલ કેપ્ટન છે અને વિકેટકીપર તરીકે સંજુ સેમસન અને ધ્રૂવ જુરેલનો નંબર લાગ્યો છે.

આ સિવાય યશસ્વી જૈસવાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડેને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

પહેલા એવી ચર્ચા હતી કે સૂર્યકુમાર યાદવને આ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ સૂર્યાને પણ આરામ આપવામાં આવ્યો છે.

ઝિમ્બાબ્વે T20 સીરિઝનો કાર્યક્રમ

6 જુલાઈ- પહેલી T20, હરારે

7 જુલાઈ- બીજી T20, હરારે

10 જુલાઈ- ત્રીજી T20, હરારે

13 જુલાઈ- ચોથી T20, હરારે

14 જુલાઈ- પાંચમી T20, હરારે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp