વાઘને સાંકળથી બાંધીને ફરતી દેખાઈ હસીના, કપડાં જોઈને લોકો બોલ્યા- ‘તેની સાથે..’

PC: aajtak.in

સામાન્ય રીતે લોકો કૂતરા-બિલાડીઓ ઘરમાં પાળે છે, પરંતુ આ બાબતે કેટલાક લોકોના શોખ થોડા અજીબ હોય છે. એવા લોકો શૉ બાજીમાં ખૂંખાર પ્રાણી પણ પાળી લે છે અને તેઓ તેના જોખમને નજરઅંદાજ કરી દે છે. હાલમાં જ એવી જ એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે, જે ડરાવી દેનારો છે. તેમાં દુબઈની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર નાદિયા ખાર પબ્લિક પ્લેસ પર એક ખૂંખાર વાઘને લઈને કૂતરાની જેમ ફેરવી રહી છે. તેણે વાઘના ગળામાં ચેન બાંધી છે અને એક છેડો હાથમાં પકડ્યો છે.

વાઘ જેવા જીવને આ પ્રકારે ફેરવવો કોઈ સામાન્ય વાત નથી. એવામાં આ વીડિયોએ લોકોનું ખૂબ ધ્યાન ખેચી રહ્યું છે. છોકરીએ રગ પેંટની પહેર્યો છે. વીડિયો થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટ કર્યા બાદ તેને લગભગ 6 મિલિયન વખત જોવામાં આવ્યો છે અને આ સંખ્યા સતત વધી રહી છે. પોસ્ટ પર અનેક લાઇક્સ અને કમેન્ટ્સ પણ છે. એક વ્યક્તિએ છોકરીની રગ પેન્ટનું મજાક ઉડાવતા કહ્યું કે, એમ લાગે છે કે નીકળવા અગાઉ તેનો વાઘ સાથે ઝઘડો થયો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by NADIA KHAR (@nadiaskhar)

એકે લખ્યું કે, તમારે વાઘને પ્રાણીસંગ્રહાલે કે જંગલમાં મોકલવો પડશે. આ કોઈ પાળતું પ્રાણી નથી. આ સીમેન્ટ કોન્ક્રીટ પર ચાલનારા જીવ નથી. એકે લખ્યું કે, કંઈક વધારે જ બહાદુર છે, મોત થઇ જશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પાકિસ્તાનથી એવો જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ કારની અંદર વાઘને ડ્રાઈવ પર લઈ જઇ રહ્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Nouman Hassan (@nouman.hassan1)

જાન્યુઆરીમાં એક એવી જ ઘટના સામે આવી હતી. લાહોરના ઇન્ફ્લૂએન્સર નૌમાન હસને એક વીડિયો શેર કર્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર અફરાતફરી મચાવી દીધી હતી. ફૂટેજમાં એક નાના છોકરાને એક ઘરની ચારે તરફ એક વાઘ સાથે ફરતો દેખાડવામાં આવ્યો હતો, વાઘના ગળામાં એક સાંકળ બાંધી છે, જેને બાળકે મજબૂતી સાથે પકડી રાખી છે. હસને આ દરમિયાન હેરાન કરી દેનારો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

વાયરલ વીડિયોમાં એક નાના છોકરાને વાઘ સાથે ચાલતો દેખાડવામાં આવ્યો છે. એક જગ્યાએ તમે જોશો કે શરૂઆતમાં વાઘ ખૂબ શાંત દેખાઈ રહ્યો છે, પરંતુ અચાનક તે છોકરા બાજુ ઘૂરે કૂદકો લગાવે છે, જેથી બાળક ડરી જાય છે અને સાંકળ છોડી દે છે. ત્યારે જ ત્યાં છડી લઈને પાસે ઊભો એક વ્યક્તિ તેને બચાવવા આવી જાય છે અને વાઘને ફટકાર લગાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp