ઓલિમ્પિકઃ ટ્રાન્સજેન્ડર ઇમાન ખલીફાએ 46 સેકન્ડમાં મહિલા બોક્સરને હરાવી, બબાલ

PC: indiatoday.in

પેરિસ ઓલિમ્પિક 2024માં એક મામલો સૌથી વધુ ગાઢ થતો જઇ રહ્યો છે. એ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડમાં છવાયો છે. આ મામલો અલજીરિયાની બોક્સર ઇમાન ખલીફાનો છે. તે એક ટ્રાન્સજેન્ડર છે, જે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જેન્ડર એલિજિબિલિટી માપદંડોને પૂરા કરી શકી નહોતી અને બહાર થઇ ગઇ હતી, પરંતુ આ વખત પેરિસ ઓલિમ્પિકમાં જેન્ડર ઇકવાલિટીનો મામલો છે તો તેને એન્ટ્રી મળી ગઇ છે. હવે આ જ ખલીફા પેરિસ ઓલિમ્પિકના મહિલા બોક્સિંગ ઇવેન્ટમાં ઉતરી છે.

ગુરુવારે તેની મેચ ઇટાલીની બોક્સર એન્જેલા કારિની સાથે થઇ. આ મેચ ખલીફાએ માત્ર 46 સેકન્ડમાં જીતી લીધી. તેનું કારણ છે કે એન્જેલાએ નાકમાં ઇજાના કારણે મેચ વચ્ચે જ છોડી દીધી હતી. જો કે, ત્યારબાદ તેણે કહ્યું કે, તે આ મેચ હારી નથી, પરંતુ પોતાને જીતેલી માને છે. આ મેચ બાદ સોશિયલ મીડિયા પર #ISatandWithAngelaCrini ટ્રેન્ડ કરી રહ્યું છે. તેને સપોર્ટ કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર)ના માલિક એલન મસ્કે પણ પોસ્ટ શેર કરી. બધાએ એન્જેલિના કારિનીને સપોર્ટ કરી છે.

એક યુઝરે લખ્યું કે, પુરૂષોએ મહિલાઓની રમતમાં સામેલ ન થવું જોઇએ #ISatandWithAngelaCrini. તેને જવાબ આપતા એલન મસ્કે લખ્યું કે, એકદમ સાચું. આ દરમિયાન અન્ય એક યુઝરે લખ્યું કે, પુરુષનું મહિલાઓની રમતમાં શું કામ છે? ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે મહિલા બોક્સરમાં 66 કિલોગ્રામ વેટ કેટેગરીના પહેલા રાઉન્ડમાં ખલિફાની મેચ એન્જેલા સાથે થઇ. મેચ શરૂ જ થઇ હતી કે 46મી સેકન્ડમાં એન્જેલાએ મેચ રોકી દીધી અને નાકમાં દર્દની ફરિયાદ કરતા મેચ વચ્ચે જ છોડી દીધી.

મેચ દરમિયાન એન્જેલાનું હેડ ગિયર પણ 2 વખત હટી ગયું હતું. મેચ બાદ એન્જેલા રડવા પણ લાગી હતી. વાત અહી જ ખતમ થતી નથી. મેચ સમાપ્ત થયા બાદ એન્જેલાએ ખલીફા સાથે હાથ પણ ન મળવ્યો. ઉલ્લેખનીય છે કે, ખલિફામાં એમેચ્યોર બોક્સર છે. ગયા વર્ષે બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ખલિફા ગોલ્ડ મેડલ મેચ સુધી પહોંચી હતી, પરંતુ મેચથી બરાબર પહેલા તેને ડિસ્ક્વાલિફાઇ કરી દેવામાં આવી હતી કેમ કે તપાસમાં દાવો કરવામાં આવ્યો કે તેનું ટેસ્ટેસ્ટેરોનનું સ્તર વધ્યું હતું. એ અગાઉ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં ખલિફાએ સિલ્વર મેડલ જીત્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp