ભારતીય ટીમ પર ગુસ્સે થયા સુનિલ ગાવસ્કર, બોલ્યા- પોતાની ટીમથી રમવું..

PC: mid-day.com

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમને એક ઇનિંગ અને 32 રનથી નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બૂમરાહ જેવા સીનિયર ખેલાડી ICC વર્લ્ડ કપ 2023 બાદ મેદાન પર વાપસી કરી રહ્યા છે. આ ત્રણેય જ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ દરમિયાન દક્ષિણ આફ્રિકા પહોંચી ચૂક્યા હતા. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતીય ટીમે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમી હતી, તેને લઈને પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર ખૂબ નિરાશ છે.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, પોતાની ટીમ સાથે મેચ રમવું મજાક છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 3 દિવસની અંદર જ સમાપ્ત થઈ ગઈ. સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે, ‘ભારતીય ટીમ માટે પ્રેક્ટિસ મેચ રમવી જરૂરી હતી, તમે ત્યાં કોઈ મેચ ન રમી અને એ વાતથી તમને વધુ નુકસાન પહોંચ્યું છે. તમે સીધા ટેસ્ટ મેચથી શરૂ નહીં કરી શકો. તમે India-Aને મોકલી, પરંતુ Indiaએ પ્રવાસ અગાઉ આવવું જોઈતું હતું. તમારા પોતાના ફાસ્ટ બોલર તમને તેજ બાઉન્સર નહીં ફેંકે.

ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં બેટિંગમાં સંઘર્ષ કરતી નજરે પડી. ભારતીય ટીમ તરફથી પહેલી ટેસ્ટ મેચમાં કે.એલ. રાહુલે 101 રનોની ઇનિંગ રમી હતી. તો વિરાટ કોહલીએ 36 રનોનું યોગદાન આપ્યું હતું, પરંતુ આ બંને સિવાય કોઈ પણ બેટ્સમેન દક્ષિણ આફ્રિકન પેસ એટેક સામે ટકી ન શક્યો. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં તો માત્ર 131 રનો પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ હાર બાદ ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. ભારતીય ટીમ તો આ મેચમાં હારી જ પરંતુ, મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટીમને 340 વૉલ્ટનો ઝટકો આપ્યો છે. ICCએ ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. ICCએ મેચ બાદ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમે ધીમી ઓવર નાખી હતી. તેને જોતા ICCએ અનુચ્છેદ 2.22 હેઠળ ભારતના બધા ખેલાડીઓની મેચ ફીસમાં 10 ટકાની કપાત કરી છે. ભારતીય ટીમે હવે સીરિઝની આગામી ટેસ્ટ મેચ કેપ્ટાઉનમાં 3 જાન્યુઆરી 2024થી રમવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp