વિરાટ કોહલીએ આપ્યું હૃદયસ્પર્શી માર્મિક ભાષણ, કહ્યું- તૂટ્યો નથી

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની સીઝનની હવે માત્ર એક મેચ બચી છે અને તે છે ફાઇનલ. IPLની ફાઇનલ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. વિરાટ કોહલીએ એક કેપ્ટન તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની છેલ્લી મેચ રમી લીધી છે. તે કેપ્ટન રહેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક પણ IPL ટ્રોફી અપાવી શક્યો નથી અને આ ડાઘ તેના પર આજીવન રહેશે.  IPL 2021ની બહાર થયા બાદ વિરાટ કોહલીએ પોતાનો અનુભવ શેર કર્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઇઝી દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં એક માર્મિક ભાષણ આપતો નજરે પડી રહ્યો છે. વિરાટ કોહલીએ કહ્યું કે જો તમે મને ઈમાનદારીથી પૂછો તો વર્ષ 2016ની સીઝન અમારા માટે ખાસ હતી પરંતુ મને લાગે છે કે ત્યારબાદ આ સીઝન મારી સીઝન સારી રહી છે. આ ગ્રૂપનો હિસ્સો હોવાના કારણે અને જે રીતે અમે પોતાને સંચાલિત કર્યા અને જે રીતે અમે સફળતા અને નિષ્ફળતાને સંભાળી મને લાગે છે કે એ ખૂબ ખાસ છે.

વિરાટ કોહલીએ આગળ કહ્યું કે આજે અમે નિરાશ હોય શકીએ છીએ પરંતુ કોઈ પણ તૂટ્યું નથી. અમે બધા નિરાશ છીએ પરંતુ અમને ગર્વ છે જે રીતે અમે રમત રમી છે, મને લાગે છે કે અમે હંમેશાં ફ્રેન્ચાઇઝીમાં બન્યા રહેવાનો પ્રયત્ન કર્યો છે. આ અભિયાનને યાદગાર બનાવવા માટે હું તમારા બધાનો આભાર માનવા માનું છું. મને ઈમાનદારીથી લાગે છે કે આપણે અહીં મિત્રતા અને ભાઈચારો બનાવ્યો છે જે લાંબા સમય સુધી ચાલશે. એ એવી વસ્તુ નથી જે એક સીઝન બાદ પૂર્ણ થઈ જશે અને તેને હું સમજી શકું છું.

IPL 2021ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઇટ રાઈડર્સ વિરુદ્ધ 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાની ટીમે ક્વાલિફાયર-2 મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તો હવે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે 15 ઓક્ટોબરના રોજ ફાઇનલ મેચ રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp