26th January selfie contest

પંજાબ કિંગ્સના ડેવિડ મલાનને મુંબઈ ઈન્ડિયન્સના આ બે બેટ્સમેનથી ડર લાગે છે

PC: indiafantasy.com

IPL 2021નો તા. 8 એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. જે માટે પંજાબ કિંગ્સના ખેલાડી ડેવિડ મલાન સંપૂર્ણ રીતે તૈયાર છે. ટીમ પાસેથી એમને ઘણી બધી આશા છે. એવામાં મલાન માને કે, જો તમે વિશ્વના નંબર વન T20 બેટ્સમેન હોવ તો એનો અર્થ એ નથી કે, હંમેશા 40 બોલમાં સદી ફટકારી દો. રમત આવી કોઈ રીતે ચાલતી નથી. T20 ફોર્મેટ ક્રિકેટની એ કોઈ વાસ્તવિકતા નથી.

મેદાન પર જઈને બેટથી દેવાવાળી કરવી એ કોઈ હકીકત નથી. ભાગીદારી અને ઈનિંગ્સને કેવી રીતે લાંબી કરી રમી શકાય એ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. એટલા માટે અભિમાનને મેદાનની બહાર મૂકીને રમવાનું હોય છે. અમારી ટીમમાં બેટ્સમેનની કોઈ કમી નથી. કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલ જેવા ખેલાડી છે. મલાન પણ ઈંગ્લેન્ડના દમદાર ખેલાડી છે. તેણે કહ્યું કે, લોકો કદાચ ભૂલી ગયા છે કે, જ્યારે હું ઈંગ્લેન્ડ તરફથી ઓપનિંગ કરતો એ સમયે પણ ત્રણ નંબર ખાલી હતો. મને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવાનો ચાન્સ મળ્યો હતો. તેમ છતાં મે ચાર અને પાંચમા ક્રમે બેટિંગ કરી છે. ટીમ મને જરૂરીયાત અનુસાર જ્યાં પણ રમવાનો ચાન્સ આપશે ત્યાં હું રમીશ. ભારતના સૂર્ય કુમાર યાદવ અને ઈશાન કિશન બંને જે રીતે બોલને ફટકારે છે, એ ખરેખર કમાલ છે. બંને નીડર થઈને ક્રિકેટ રમે છે. એટલે એ બંને જ્યારે મેદાન પર રન બનાવે છે ત્યારે મને સારૂ નથી લાગતું. એ બંને પુરાવો આપે છે કે, આ ક્રિકેટ પ્લેટફોર્મ ખૂબ જ મજબુત છે. જોફ્રા આર્ચર જેવા ખેલાડી સાથે નિયમિત રમવાથી આત્મવિશ્વાસ વધે છે.

IPLની 14મી સીઝન અંગે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પંજાબની ટીમ તા.12 એપ્રિલના રોજ પોતાની પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. જોકે, આ સીઝનને લઈને ઘણા બધા ખેલાડીઓ ઉત્સાહી છે. ખાસ કરીને પંજાબ કિંગ્સ આ વખતે કેવું પર્ફોમ કરે છે એના પર સૌની નજર છે. વર્ષ 2014માં આ ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. આ સીઝનમાં તેમણે ટીમનું નામ બદલીને એન્ટ્રી કરી છે. પંજાબની બોલિંગમાં અનુભવ અને ક્વોલિટી બંને ઓછા રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp