કમિન્સનો એ માસ્ટર સ્ટ્રોક, જેની આગળ RRએ ટેકવી દીધા ઘૂંટણ

PC: BCCI

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, 2023 ખૂબ જ ખરાબ સીઝન રહ્યા બાદ ટીમને પોતાનું નસીબ બદલાતા અને IPL ફાઇનલમાં પહોંચતા જોવાનો એક સંતોષજનક અનુભવ હતો. હૈદરાબાદ 2023માં છેલ્લા નંબરે રહી હતી, પરંતુ તેણે પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને કેપ્ટન બનાવી દીધો. કેપ્ટને ફ્રેન્ચાઇઝીની પટકથા લખી અને શુક્રવારે ક્વાલિફાયર-2માં રાજસ્થાનને 36 રને હરાવી દીધી. મેચ બાદ કમિન્સે કહ્યું કે, છોકરા આખા સીઝનમાં શાનદાર રહ્યા.

જેમ કે તમે જુઓ છો, ટીમમાં શાનદાર જોશ છે અને સીઝનની શરૂઆતમાં ફાઇનલ અમારું લક્ષ્ય હતું અને અમે તેને હાંસલ કરી લીધું. આ આખી ફ્રેન્ચાઇઝી માટે છે. એ વાસ્તવમાં સંતુષ્ટિદાયક છે અને આશા છે કે વધુ એક બચી (ફાઇનલ) છે. હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા હેનરિક ક્લાસેનની અડધી સદી, ટ્રેવીસ હેડના 34 અને રાહુલ ત્રિપાઠીના 37 રનના યોગદાનની મદદથી સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા.

ત્યારબાદ સ્પિનરોએ શાહબાજ અહમદે હૈદરબાદ માટે સૌથી વધુ વિકેટ (3 વિકેટ) લીધી અને અભિષેક શર્માએ 2 વિકેટ લીધી. રાજસ્થાન રોયલ્સ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી. પેટ કમિન્સ અને ટી. નટરાજનને 1-1 વિકેટ મળી. બોલિંગ બાબતે વાત કરતા પેટ કમિન્સે કહ્યું કે, અમને ખબર હતી કે અમારી તાકત બેટિંગ છે અને અમે આ ટીમમાં અનુભવને ઓછો નહીં આંકીએ. ભૂવી, નટ્ટુ અને ઉનડકટનું હોવું એક સપના જેવું છે, તેનાથી મારું કામ સરળ થઈ ગયું.

અભિષેકની બોલિંગ પર કમિન્સે કહ્યું કે એ આશ્ચર્યજનક હતું, અમે જમણા હાથના 2 બેટ્સમેનો સાથે તેને બહાર રાખવાનો પ્રયાસ કર્યો અને તેમણે શાનદાર બોલિંગ કરી અને એ બંનેએ વચ્ચેની ઓવરોમાં પોતાની બોલિંગથી મેચ જીતી લીધી. 170 રનોના લક્ષ્યનો પીછો કરવાનું મુશ્કેલ હતું અને અમે જાણતા હતા કે જો અમને કેટલીક વિકેટ મળી જાય છે તો અમારી પાસે અવસર છે.  બીજી તરફ સંજુ સેમસને અફસોસ વ્યક્ત કર્યો કે તેના બેટ્સમેનોએ સ્પિનરોને નિપટવાની રીત ન શોધી.

તેણે કહ્યું કે, આ એક મોટી મેચ હતી. પહેલી ઇનિંગમાં જે પ્રકારે બોલિંગ કરી, તેના પર મને વાસ્તવમાં ગર્વ છે. વચ્ચેની ઓવરોમાં સ્પિન વિરુદ્ધ અમારી પાસે વિકલ્પ ઓછા હતા, અહી જ અમે મેચ હારી ગયા. વાસ્તવમાં એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે અમે ક્યારે ઝાકળની આશા છે કે ક્યારે નથી. બીજી ઇનિંગમાં વિકેટ અલગ પ્રકારે વ્યવહાર કરવા લાગી. બૉલ થોડો સ્પિન થવા લાગ્યો. તેમણે તેનો ખૂબ સારી રીતે ફાયદો ઉઠાવ્યો. તેણે અમારા જમણા હાથના બેટ્સમેનો વિરુદ્ધ વચ્ચેની ઓવરોમાં પોતાની સ્પિન બોલિંગ કરી. અહી પર તેઓ અમારી વિરુદ્ધ 1-1 હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp