BCCIની એક જાહેરાતે CSKના ફેન્સને આપ્યા ગુડ ન્યૂઝ, 12 વર્ષ બાદ લેવાયો આ નિર્ણય

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આખા શેડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શરૂઆતી 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરી હતી. આખું શેડ્યૂલ સામે આવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. BCCIએ 12 વર્ષ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે એક મોટો નિર્ણય લીધો છે. IPLની આ સીઝનની શરૂઆત અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી હતી. એવામાં માનવામાં આવી રહ્યું છે આ ધોનીની અંતિમ સીઝન હોય શકે છે.

બીજી તરફ આ વખત BCCIએ IPLની ફાઇનલ મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ પર કરાવવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે, IPLમાં 12 વર્ષ બાદ આ પહેલો અવસર હશે જ્યારે ચેન્નાઈમાં ફાઇનલ મેચ રમાશે. આ અગાઉ IPL 2012ની ફાઇનલ અહી થઈ હતી. ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાજી મારી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની અંતિમ ઘરેલુ મેચ 12 મેના રોજ રાજસ્થાન રોયલ્સ (RR) વિરુદ્ધ રમવા ઉતરશે. જો ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરતી નથી તો એ તેની ઘર પર અંતિમ મેચ હશે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ ક્વાલિફાઈ કે એલિમિનેટર મેચ માટે ક્વાલિફાઈ કરે છે તો આ સીઝનમાં ફરી એક વખત ચેન્નાઈમાં રમતી નજરે પડી શકે છે.

IPL 2024 માટે ચેન્નાઇનું આખું શેડ્યૂલ:

ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 22 માર્ચ - સાંજે 8:00 વાગ્યાથી

ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ - માર્ચ 26 - સાંજે 7:30 વાગ્યાથી

દિલ્હી કેપિટલ્સ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ - માર્ચ 31 - સાંજે 7:30 વાગ્યાથી

સનરાઈઝર્સ હૈદરાબાદ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ – 5 એપ્રિલ – સાંજે 7:30 વાગ્યથી

ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સિસ કોલકાતા નાઈટ રાઈડર્સ - 8 એપ્રિલ - સાંજે 7:30 વાગ્યાથી

મુંબઈ ઈન્ડિયન્સ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ – 14 એપ્રિલ – સાંજે 7:30 વાગ્યાથી

લખનૌ સુપર જાયન્ટ્સ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ – 19 એપ્રિલ – સાંજે 7:30 વાગ્યાથી

ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સિસ લખનૌ સુપર જાયન્ટ્સ – 23 એપ્રિલ – સાંજે 7:30 વાગ્યાથી

ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સિસ સનરાઈઝર્સ હૈદરાબાદ - 29 એપ્રિલ - સાંજે 7:30 વાગ્યાથી

ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સિસ પંજાબ કિંગ્સ - 1 મે - સાંજે 7:30 વાગ્યાથી

પંજાબ કિંગ્સ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ – 5 મે – બપોરે 3:30 વાગ્યાથી

ગુજરાત ટાઇટન્સ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ - 10મી મેના રોજ સાંજે 7:30 વાગ્યાથી

ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સિસ રાજસ્થાન રોયલ્સ – 12 મે – બપોરે 3:30 વાગ્યાથી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ – 18 મે – સાંજે 7:30 વાગ્યાથી

IPL 2024 માટે ચેન્નાઈની ટીમ:

મહેન્દ્ર સિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મોઈન અલી, મહિશ તીક્ષ્ણા, રવીન્દ્ર જાડેજા, મથિશા પથિરાના, અજિંક્ય રહાણે, મુકેશ ચૌધરી, શિવમ દુબે, દીપક ચાહર, મિચેલ સેન્ટનર, નિશાંત સિંધુ, રાજવર્ધન હંગરગેકર, અજય મંડલ, શેખ રશીદ, સિમરનજીત સિંહ, પ્રશાંત સોલંકી, રચીન રવીન્દ્ર, શાર્દૂલ ઠાકુર, ડેરિલ મિચેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહમાન, અરાવલી અવનીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp