ડીવિલિયર્સનો દાવો, IPL 2024મા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા કરશે

PC: timesnownews.com

IPL 2022માં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા હવે મુંબઇ ઇન્ડિયન્સમાં સામેલ થઈ ગયો છે. ટ્રેડ મારફતે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની ટીમથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં આવી ગયો છે. જાણીતા ક્રિક્રેટર એબી ડીવિલિયર્સે દાવો કર્યો છે કે હાર્દિક પંડ્યા IPL 2024માં મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન હશે.

IPL 2024 પહેલા એવા મજબૂત અહેવાલો હતા કે હાર્દિક પંડ્યા તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી શકે છે અને એ વાત સાચી પડી છે. પોતાની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરનાર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરી છે. દરમિયાન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે આગાહી કરી છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી શકે છે.

સાઉથ આફ્રિકાની ટીમનો ક્રિક્રેટર અને IPL 2023માં RCB તરફથી રમનાર એ બી ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે કહ્યું કે મને લાગે છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. પૂર્વ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ એમ પણ કહ્યું કે રોહિત શર્મા પર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપનું દબાણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા મુંબઈની કેપ્ટનશીપ કરીને રોહિત શર્મા પરનું દબાણ ઓછું કરી શકે છે. ડી વિલિયર્સે કહ્યું કે હાર્દિક પંડ્યાને પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવાનું પસંદ હતું.

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સે 2022ની હરાજીમાં 15 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો અને હાર્દિકને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પોતાની કેપ્ટનશીપ હેઠળ હાર્દિકે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયનશીપનો ખિતાબ અપાવ્યો હતો. એટલું જ નહીં પોતાની ક્ષમતા પણ પુરવાર કરી હતી. હાર્દિક IPL 2022માં 15 ઇનિંગ્સમાં 487 રન બનાવ્યા હતા અને 8 વિકેટ ઝડપી હતી.

આ પછી, 2023 માં, તેની કેપ્ટન્સીમાં, એક હાર્દિકે ફરી એકવાર ગુજરાતની ટીમને ફાઇનલમાં પહોંચાડી. જો કે આ વખતે ગુજરાત ટાઇટન્સને ટાઇટલ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 2015માં અનકેપ્ડ પ્લેયર તરીકે IPLમાં ડેબ્યૂ કરનાર હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કુલ 123 મેચ રમી છે. આ મેચોની 115 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. 81 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે તેણે 33.26ની એવરેજથી 53 વિકેટ ઝડપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp