IPL 2024થી અત્યાર સુધી બહાર થયા આ ખેલાડી, CSK સહિતની ટીમોને ભારે નુકસાન

PC: BCCI

IPL 2024ની હજુ શરૂઆત થઈ નથી અને એ અગાઉ જ કેટલાક ખેલાડી ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા છે. મોહમ્મદ શમી, ડેવોન કોનવે અને માર્ક વૂડ જેવા મોટા ખેલાડી આ વખત ટૂર્નામેન્ટમાં નજરે નહીં પડે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) સહિત ઘણી ટીમોને તેનું નુકસાન થયું છે. ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમી આ વખત નહીં રમે. તે ઇજાના કારણે બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમીએ ઇજા બાદ લંડનમાં સર્જરી કરાવી હતી. મોહમ્મદ શમી સાથે સાથે મેથ્યૂ વેડ પણ નહીં રમે. જો કે, મેથ્યૂ વેડ શરૂઆતી 2-3 મેચોથી જ બહાર થશે. તે શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે.

લખનૌ સુપર જાયન્ટ્સના શાનદાર ખેલડી માર્ક વૂડ IPLની આ સીઝનમાં નહીં રમે. માર્ક વૂડે વર્ક લોડ મેનેજમેન્ટના કારણે ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ લીધું છે. તે જૂનમાં T20 વર્લ્ડ કપ 2024 રમવા માગે છે. આ કારણે બ્રેક લીધો છે. રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા IPLની આ સીઝનમાં નહીં રમી. તે પણ મોહમ્મદ શમીની જેમ ઇજાગ્રસ્ત છે. પ્રસિદ્ધ કૃષ્ણા રણજી ટ્રોફીની એક મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તે ગત સીઝનમાં પણ ઇજાના કારણે રમી શક્યો નહોતો.

દિલ્હી કેપિટલ્સ (DC)ના ખેલાડી હેરી બ્રૂકે નામ પાછું ખેચી લીધું છે. તે IPL 2024માં નહીં રમે. હેરી બ્રૂકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયા ખરીદ્યો હતો. તે અંગત કારણોસર ટૂર્નામેન્ટથી બહાર થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓપનર બેટ્સમેન ડેવોન કોનવે ઇજાગ્રસ્ત છે. તેને અંગૂઠામાં ઇજા થઈ છે. આ કારણે તે IPL 2024થી બહાર થઈ ગયો છે. તેને ઘણા સમય સુધી મેદાનથી બહાર રહેવું પડી શકે છે.

તેનું ઇજાગ્રસ્ત થવું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોટું નુકસાન છે. તેણે ગયા વર્ષે ઋતુરાજ ગાયકવાડ સાથે ફાઇનલ સુધી પહોંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મજબૂત ખેલાડી જેસન રૉય અને ગેસ એટકિન્સન ટૂર્નામેન્ટમાં નહીં દેખાય. જેસન રોયે અંગત કારણોથી ન રમવાનો નિર્ણય લીધો છે. તો એટકિન્સને T20 વર્લ્ડ કપ 2024માં હિસ્સો લેવો છે. કોલકાતા નાઈટ રાઇડર્સે જેસન રોયની જગ્યાએ ફિલ સાલ્ટને ટીમમાં સામેલ કર્યો છે. ટીમે દુશ્મંથા ચમીરાને પણ ટીમમાં જગ્યા આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp