IPL ફાઇનલમાં વરસાદ વિલન બન્યો તો કોણ હશે ચેમ્પિયન? જાણો સમીકરણ અને નિયમ

PC: BCCI

IPL 2024 સીઝન હવે ફાઇનલમાં એન્ટ્રી કરી ચૂકી છે. ક્વાલિફાયર-1 જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પહેલા જ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. જ્યારે ક્વાલિફાયર-1 હારનારી ટીમ સનરાઇઝર્સ હૈદરબાદ (SRH)એ હવે ક્વાલિફાયર-2 રમવી પડશે. આ મેચમાં તેની ટક્કર એલિમિનેટરની વિજેતા રાજસ્થાન રોયલ્સ (RR) સાથે થશે. આ ક્વાલિફાયર-2 આજે ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ 26 મેના રોજ ફાઇનલમાં કોલકાતા સામે મેચ રમશે. હવે અહી ફેન્સના મનમાં એવો સવાલ જરૂર હશે કે ક્વાલિફાયર-2 કે ફાઇનલ મેચમાં વરસાદ વિલન બને છે કે કોઈ અન્ય કારણે મેચ થતી નથી તો પછી પરિણામ કેવી રીતે નીકળશે.

આ સવાલ એટલે પણ ઉઠે છે કેમ કે ગ્રુપ સ્ટેજની 2 મેચ વરસાદના કારણે ધોવાઈ ચૂકી છે. 13 મેના રોક કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. ત્યારબાદ 16 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ પણ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, પરંતુ ક્વાલિફાયર-2 અને ફાઇનલ બંને જ મેચ ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં થશે. જો બંને જ મેચો દરમિયાન વરસાદ આવે છે અને આ મેચ રદ્દ કરવાની નોબત આવે છે તો શું થશે? આવો જાણીએ આખું સમીકરણ.

મેચ રદ્દ કરવાની નોબત આવી તો કોણ હશે વિજેતા?

IPLની પ્લેઇંગ કન્ડિશન્સ મુજબ, જો ક્વાલિફાયર-2 દરમિયાન વરસાદ આવે છે તો અમ્પાયર 5-5 ઓવરની મેચ કરાવવાનો પૂરો પ્રયાસ કરશે. જો એ પણ ન થઈ શકે તો સુપર ઓવરની મદદથી પરિણામ કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે. જો સુપર ઓવર પણ થઈ શકતી નથી તો મેચ રદ્દ માનવામાં આવશે. એવી સ્થિતિમાં પોઈન્ટ ટેબલના હિસાબે વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે ગ્રુપ સ્ટેજ બાદ ફાઇનલ પોઇન્ટ્સ ટેબલમાં જે ટીમ ઉપર હશે, તેને વિજેતા જાહેર કરી દેવામાં આવશે. એટલે કે આ ક્વાલિફાયર-2માં હૈદરાબાદ વિજેતા રહેશે કેમ કે તે બીજા નંબર પર હતી, જ્યારે રાજસ્થાનની ટીમ ત્રીજા નંબર પર રહી હતી. જો કે, ફાઇનલ માટે નિયમ થોડા અલગ છે.

ફાઇનલ મેચમાં હોય શકે છે રિઝર્વ ડે:

ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે છે કે નહીં એ હાલમાં સ્પષ્ટ નથી. જો કે, ગયા વર્ષે ફાઇનલ મેચ રિઝર્વ ડેમાં પહોંચી હતી. કદાચ આ વખત પણ એવી સ્થિતિ બનવા પર રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. IPL 2024ની ફાઇનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં થવાની છે એટલે કે એ દિવસે પરિણામ ન નીકળવા પર ફાઇનલ 27 મેના રોજ કરાવી શકાય છે. રિઝર્વ ડેમાં મેચ ત્યાંથી જ શરૂ થશે જ્યાંથી બંધ થઈ હતી. જો ડિઝર્વ ડેમાં પણ વરસાદ પડે છે અને નિયમિત સમયમાં મિનિમમ 5-5 ઓવરોની રમત સંભવ ન થઈ શકે તો IPL વિજેતા સુપર ઓવરથી નક્કી થશે. જો ફાઇનલમાં પણ સુપર ઓવર ન થઈ શકી તો અહી પણ પોઇન્ટ્સ ટેબલના આધાર પર વિજેતાનો નિર્ણય થશે.

ચેન્નાઈમાં હવામાંની સ્થિતિ:

જો ચેન્નાઈમાં હવામાનના મિજાજની વાત કરીએ તો એક્વાવેધર મુજબ, ત્યાં 24 અને 26 મેના રોજ વરસાદની આશંકા ન બરાબર છે. 24 મેના રોજ અહી વરસાદની આશંકા માત્ર 5 ટકા છે જ્યારે 26 મેના રોજ 4 ટકા જ છે. અહી ફાઇનલવાળા દિવસે એટલે કે 26 મેના રોજ મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. વાદળછાયું વારવારણ રહેવાનું અનુમાન છે. હવાઓની ગતિ 43 કિમી/કલાક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp