હવે આ 4 ટીમો હારે તો જ ખુલશે RCBનું નસીબ, સરળ નથી પ્લેઓફનો રસ્તો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17 મી સીઝન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ સતત ચોથી જીત હાંસલ કરી છે. બેંગ્લોરે ગુરુવારે ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 60 રનોથી હરાવી દીધી. બેંગ્લોરની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો, જેણે 7 ફોર અને 6 સિક્સની મદદથી 47 બૉલમાં 92 રન બનાવ્યા. બેંગ્લોરે આ જીત સાથે જ પ્લેઓફમાં પહોંચવાની સંભાવના યથાવત રાખી છે. આમ બેંગ્લોરનું પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો અત્યારે પણ ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યો છે.
ફાફ ફૂ પ્લેસીસની કેપ્ટન્સીવાળી બેંગ્લોર હાલમાં 12 મેચોમાં 10 પોઇન્ટ્સ સાથે સાતમા નંબર પર છે. જો કે, સારી વાત એ છે કે તેની નેટ રનરેટ હવે પ્લસ (0.217)માં છે અને તે મહત્તમ 14 પોઇન્ટ્સ સુધી પહોંચી શકે છે. બેંગ્લોરે હવે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની મેચોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
ત્રીજા નંબરે રહેતા ક્વાલિફાઈ કરી શકે છે RCB
ચેન્નાઈની ટીમને ગુજરાત, રાજસ્થાન અને બેંગ્લોર સામે હાર મળે
હૈદરબાદને ગુજરાત અને પંજાબ કિંગ્સ સામે હાર મળે.
દિલ્હીને બેંગ્લોર અને લખનૌ સામે હાર મળે
લખનૌની ટીમ દિલ્હી કેપિટલ્સને હરાવે, પરંતુ મુંબઈ સામે હારી જાય
જો ઉપરોક્ત સમીકરણ ફિટ બેસે છે તો બેંગ્લોર પાસે ત્રીજા અને લખનૌ પાસે ચોથા નંબર પર રહીને ક્વાલિફાઈ કરવાનો સારો અવસર છે. જો દિલ્હી કેપિટલ્સ લખનૌ સુપર જાયન્ટ્સને હરાવી દે તો પણ ત્રીજા નંબર પર રહી શકે છે કેમ કે રિષભ પંતની ટીમની નેટ રનરેટ બેંગ્લોરની તુલનામાં ખરાબ છે.
આ સમીકરણ ફિટ બેસ્યા તો ચોથા નંબર પર રહીને ક્વાલિફાઈ કરશે
બેંગ્લોરે પોતાની બંને મેચ જીતવી પડશે. સાથે જ આશા રાખવી પડશે કે હૈદરાબાદ અને ચેન્નાઈ પોતાની બાકી મેચ હારે. જો હૈદરાબાદ અને ચેન્નાઈ બંને જ ટીમો 16-16 પોઇન્ટ્સ સુધી પહોંચી ગઈ તો બેંગલોરની સંભાવનાઓ પૂરી થઈ જશે કેમ કે તે 14 પોઇન્ટ્સ સુધી જ પહોંચી શકે છે.
જો કે, બેંગ્લોર અને ચેન્નાઈમાંથી કોઈ એક ટીમ 16 કે 18 પોઇન્ટ્સ સુધી પહોંચે છે તો બીજી ટીમ 16 પોઇન્ટ્સ સાથે સમાપ્ત થાય છે તો બેંગલોરની આશા જીવિત રહેશે. એવામાં બેંગ્લોર અને બે અન્ય ટીમોના 14-14 પોઇન્ટ્સ રહેશે.
જો કે, એવી સ્થિતિમાં બેંગ્લોરની નેટ રનરેટ ચેન્નાઈ/બેંગ્લોર અને લખનૌ/દિલ્હીથી સારી હોવી જોઈએ. બેંગ્લોર ઇચ્છશે કે લખનૌ 14 મેના રોજ થનારી મેચમાં દિલ્હીને હરાવી દે કેમ કે લખનૌની નેટ રનરેટ ઓછી છે.
IPL 2024ની બાકી મેચોનું શેડ્યૂલ:
10 મે GT vs CSK અમદાવાદ
11 મે KKR vs MI કોલકાતા
12 મે CSK vs RR ચેન્નાઈ
12 મે RCB vs DC બેંગલુરુ
13 મે GT vs KKR અમદાવાદ
14 મે DC vs LSG દિલ્હી
15 મે RR vs PBKS ગુવાહાટી
16 મે SRH vs GT હૈદરાબાદ
17 મે MI vs LSG મુંબઈ
18 મે RCB vs CSK બેંગલુરુ
19 મે SRH vs PBKS હૈદરાબાદ
19 મે RR vs KKR ગુવાહાટી
21 મે ક્વાલિફાયર-1 અમદાવાદ
22 મે એલિમિનેટર અમદાવાદ
24 મે ક્વાલિફાયર-2 ચેન્નાઈ
26 મે ફાઇનલ ચેન્નાઇ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp