IPL 17નું શેડ્યૂલ એક વારમાં જાહેર નહીં થાય, જોવા મળશે મોટો બદલાવ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 17ના શેડ્યૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 17નું શેડ્યૂલ એક વખતમાં જાહેર નહીં થાય, પરંતુ તેને પેજ વાઇસ જાહેર કરવામાં આવશે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, IPL ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન IPL 17નું શેડ્યૂલ બનાવવામાં વ્યસ્ત છે અને જલદી જ શેડ્યૂલ જાહેર કરી શકાય છે. પરંતુ લોકસભાની ચૂંટણીના કારણ આ વખત IPLનું શેડ્યૂલ એક વખતમાં જાહેર નહીં થાય. જો કે, લોકસભાની ચૂંટણી છતા IPLની 17મી સીઝન ભારતમાં જ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ, IPLનું શેડ્યૂલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઘણું બધુ નક્કી થઈ ચૂક્યું છે, પરંતુ ફાઇનલ જાહેરાત હોમ મિનિસ્ટ્રી અને ઇલેક્શન કમિશન પાસે મંજૂરી મળ્યા બાદ જ કરવામાં આવશે. વર્ષ 2019ની લોકાભાની ચૂંટણી છતા IPLનું આયોજન ભારતમાં જ થયું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધિકારીએ કહ્યું કે, બધી ટીમોની શરૂઆતી મેચોનું શેડ્યૂલ પહેલા જાહેર કરી દેવામાં આવશે. પછી પોલિંગ બાબતે જેવી જ તસવીરો સ્પષ્ટ થઈ જશે, બધી ટીમોની બચેલી મેચોની જાહેરાત કરવામાં આવશે.

માર્ચના અંત સુધીમાં IPL 17ની શરૂઆત થઈ શકે છે. હાલમાં ભારતીય ટીમના ખેલાડી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ રમવામાં વ્યસ્ત છે. ટેસ્ટ સીરિઝ સમાપ્ત થયા બાદ ખેલાડીઓને થોડા દિવસનો આરામ પણ આપવામાં આવશે. એટલું જ નહીં BCCI આ વર્ષે થનારા વર્લ્ડ કપને ધ્યાનમાં લઈને ખેલાડીઓના વર્ક લોડ મેનેજ કરવા પર પણ ધ્યાન આપશે. IPLની ફાઇનલ મેચ 26 મેના રોજ થઈ શકે છે. 5 જૂનથી શરૂ થનારા વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમના ખેલાડીઓને તૈયારી અંતે 8 થી 10 દિવસનો સમય મળશે. જો કે, જે પણ ખેલાડીઓની ટીમ પ્લેઓફની રેસથી બહાર થઈ જશે, તેમને વર્લ્ડ કપની તૈયારી માટે પહેલા જ અમેરિકા મોકલી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp