IPL ઓક્શનમાં જે ખેલાડીનું પંજાબ કિંગ્સે અપમાન કરેલું, તેણે જ ટીમને જીત અપાવી

IPL 2024ની પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલી મેચ હારતા હારતા પંજાબ કિંગ્સ જીતી ગઇ અને એક ખેલાડી ચર્ચામાં આવી ગયો. પંજાબ કિંગ્સના શશાંક સિંહે આખી મેચ પલટી નાંખી હતી અને 29 બોલમાં 61 રન ફટકારી દીધા હતા, જેમાં 6 ચોગ્ગા અને 4 સિક્સર હતા. શશાંકની સાથે ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્માએ પણ સારો સાથ આપ્યો.

વર્ષ 2023માં જ્યારે દુબઇમાં IPL 2024નું ઓક્શન થયું હતું ત્યારે પંજાબ કિંગ્સે 20 લાખ રૂપિયામાં શશાંકને ખરીદી તો લીધો હતો, પરંતુ એ પછી મેનેજમેન્ટે એવું કહ્યું હતું કે, શશાંક સિંહને ભૂલમાં ખરીદી લીધો છે. હવે એ જ શશાંક સિંહે ગુરુવારે પંજાબ કિંગ્સની લાજ બચાવી હતી. શશાંક છત્તીસગઢથી ડોમેસ્ટીક ક્રિક્રેટ રમતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp