IPL 2024: આ ખેલાડીઓને થઇ ધરખમ કમાણી

ટાટા IPL 2024ની ફાઇનલ કોલકત્તા નાઇટ રાઇડર્સે જીતી લીધી છે. KKRને ટ્રોફી અને 20 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે. રનર-અપ રહેલી સનરાઇઝર્સ હૈદ્રાબાદને 12.5 કરોડ રૂપિયા, ત્રીજા નંબર પર રહેલી રાજસ્થાન રોયલ્સને 7 કરોડ અને RCBને 6.50 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે.

IPL 2024માં કુલ 46.5 કરોડ રૂપિયાના ઇનામની લહાણી કરવામાં આવી છે. વિરાટ કોહલી ઓરેંજ કેપ જીત્યો છે અને સૌથી વધારે રન બનાવવા માટે તેને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. કોહલીએ 15 મેચોમાં કુલ 741 રન બનાવ્યા હતા. મતલબ કે કોહલીને 1 રન પર 1350 રૂપિયા મળ્યા છે. હર્ષલ પટેલને સૌથી વધારે વિકેટ લેવા માટે 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું. તેણે 14 મેચોમાં કુલ 42 વિકેટો લીધી હતી. 1 વિકેટના હર્ષલને 42,000 રૂપિયા મળ્યા.

SRHના અભિષેક શર્માને સૌથી વધારે સિક્સર ફટકારવા માટે 10 લાખ રૂપિયા મળ્યા. મતલબ કે એક સિક્સરના 24,000 રૂપિયા ઇનામ. ટ્રેવિસ હેડને સૌથી વધારે ચોગ્ગા મારવા માટે 10 લાખ રૂપિયા મળ્યા. 1 ચોગ્ગા દીઠ 15.625 રૂપિયા મળ્યા. KKRના રમન દિપ સિંહને કેચ પકડવા માટે 10 લાખ મળ્યા. દિલ્હી કેપિટલના ફ્રેઝરને સ્ટ્રાઇક રેટ માટે 10 લાખ રૂપિયા ઇનામ મળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp