રિકી પોન્ટિંગે જણાવ્યું IPLમાં ચેમ્પિયન બનવું હોય તો શું કરવું પડશે

PC: BCCI

દિલ્હી કેપિટલ્સ (DC) ટીમના હેડ કોચ રિકી પોન્ટિંગે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં બની રહેલા સતત મોટા સ્કોરને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સામન્ય રૂપે એમ થાય છે કે તમારા બોલર જ તમને ચેમ્પિયન બનાવે છે, પરંતુ આ વખત IPLમાં એવું નથી. રિકી પોન્ટિંગ મુજબ, આ સીઝનમાં જો કોઈ પણ ટીમે ટ્રોફી જીતવી હોય તો તેણે બેટિંગમાં સારું પ્રદર્શન કરવું પડશે અને મોટો સ્કોર બનાવવા પડશે. આ IPL સીઝન બેટિંગના ઘણા બધા રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ રહ્યા છે.

આ સીઝનમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સિક્સનો રેકોર્ડ બની ચૂક્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ 287 રન બનાવી દીધા હતા અને જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 262 રન બનાવી દીધા હતા. આ અગાઉ કોલકાતા નાઈટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 270 કરતા વધુ રન બનાવ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સે મોટો સ્કોર એક મેચમાં હાંસલ કર્યો હતો. આ વખત ખૂબ હાઇ સ્કોરિંગ મેચને જોવા મળી રહ્યા છે. આ કારણે રિકી પોન્ટિંગનું માનવું છે કે જે પણ ટીમ એટેક કરીને રમશે, તે જ ફાયદામાં રહેશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિકી પોન્ટિંગે વધારે રન બનાવવાનું મોટું કારણ બતાવ્યું. તેમણે કહ્યું કે, ઘણા મોટા સ્કોર માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ જવાબદાર છે. કોલકાતાએ પણ મારી વિરુદ્ધ મોટો સ્કોર બનાવ્યો હતો. ઇમ્પેક્ટ ખેલાડીના નિયમ આવવાથી ઘણો વધારે ફરક પડ્યો છે. ટ્રેવીસ હેડે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ જે કોન્ફિડેન્સ સાથે બેટિંગની એ તેની જ અસર હતી. તેને ખબર હતી કે નીચે પૂરતી બેટિંગ છે. કોન્ફિડેન્સ વિના તમે આ પ્રકારની બેટિંગ નહીં કરી શકે.

ઘણી વખત IPL અને બિગ બેશ લીગ (BBL) જેવા મોટા ટૂર્નામેન્ટ શાનદાર બોલિંગના દમ પર જીતવામાં આવ્યા છે. જો કે, જે પ્રકારે IPLની આ સીઝન જઇ રહી છે, મારું માનવું છે કે જે ટીમ બોલરો પર વધુ એટેકે કરશે અને મોટો સ્કોર બનાવશે, તેના જીતવાના ચાંસ વધારે રહેશે. ડિફેન્સિવ બોલિંગથી વધુ એટેકિંગ બેટિંગ તમને જીત અપાવશે. એટલે મોટો સ્કોર બનાવવો જ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp