આકાશ ચોપરાના મતે IPLથી હવે આ ખેલાડી જેવો ઓલરાઉન્ડર નહીં મળે

PC: cricketaddictor.com

પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટીમમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની કમી પર વિસ્તારથી વાતચીત કરી હતી. તેમણે ભારતીય ટીમ મેનેજમેન્ટ પર યુવા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને અવસર ન આપવા પર પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે હવે IPLથી પણ હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર મળવાનો નથી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં એક પણ એવો ખેલાડી નહોતો જે બેટિંગ સાથે સાથે ફાસ્ટ બૉલિંગનો પણ વિકલ્પ હોય.

આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, ભારતીય ટીમે જ્યારે આ સીરિઝમાં આટલા યુવા ખેલાડીઓને અવસર આપ્યો હતો તો તેણે હાર્દિકનો વિકલ્પ પણ શોધવાનો પ્રયાસ કરવો જોઈતો હતો. ટીમ મેનેજમેન્ટે ભવિષ્ય માટે ટીમ બનાવવા પર ફોકસ કરવું જોઈતું હતું. આકાશ ચોપરાએ કહ્યું કે, જો તમારું લક્ષ્ય માત્ર મેચ જીતવાનું છે અને અન્ય કોઈ વસ્તુ પર વિચારવાનું નથી તો એમ કામ ચાલતું નથી. વર્તમાન સીરિઝમાં મને એ ખરાબ લાગ્યું કે ટોપ-6માં આપણી પાસે કોઈ બોલર નહોતો અને નંબર-8 પર આપણી પાસે કોઈ બેટ્સમેન નહોતો. અહી શું લૉજિક હતું?

હાલમાં ભારતીય ટીમમાં માત્ર હાર્દિક પંડ્યા છે, જે બેટિંગ સાથે સાથે ફાસ્ટ બોલિંગ પણ સારી કરે છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષોમાં હાર્દિક મોટા ભાગે ઇજાગ્રસ્ત રહ્યો છે. વિજય શંકર, વેંકટેશ ઐય્યર અને શિવમ દુબે જેવા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર્સના વિકલ્પો છે, પરંતુ આ ખેલાડી કેટલાક અવસરોને છોડીને સારી રીતે ફાયદો ઉઠાવી શક્યા નથી. એવામાં ભારતીય ટીમ પાસે હવે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરનું સૂકું પડી ગયું છે. આકાશ ચોપરા કહે છે કે IPLથી હવે આ કામ નહીં થઈ શકે. ઇમ્પેક્ટ ખેલાડીના નિયમના કારણે ભલું વિજય શંકર, શિવમ દુબે અને વેંકટેશ ઐય્યર જેવા ઓલરાઉન્ડર્સને બોલિંગ કરાવવાનો અવસર કેવી રીતે મળશે.

આ નિયમના કારણે ટીમો 6 બોલર રમાડી શકશે તો પછી ભલા આ ઓલરાઉન્ડર્સ પાસે કોઈ બોલિંગ શા માટે બોલિંગ કરાવશે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન-ડે, T20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં અર્શદીપ સિંહ, દીપક ચાહર, મુકેશ કુમાર જેવા બોલરોને અવસર આપવામાં આવ્યો છે. T20ની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે, જ્યારે વન-ડેની કેપ્ટન્સી કે.એલ. રાહુલ પાસે હશે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી ઇજાથી બહાર આવી શક્યો નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તેની વાપસી ક્યારે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp