આટલા ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ ઈચ્છે છે ફ્રેન્ચાઇઝીઓ, 16 એપ્રિલે થશે મીટિંગ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે આ વર્ષના અંતમાં મેગા ઓક્શન થશે. આ મેગા ઓક્શન અગાઉ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓને રિટેન કરવાની સંખ્યામાં બદલાવ ઈચ્છે છે. IPLનું ગત મેગા ઓક્શન 2022માં થયું હતું, જ્યારે ગુજરાત ટાઈટન્સ (LSG) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની લીગમાં એન્ટ્રી થઈ હતી. એ દરમિયાન નિયમ હતો કે એક ટીમ વધુમાં વધુ 4 ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેમાં મહત્તમ 3 ભારતીય અને 2 વિદેશી ખેલાડી સામેલ થઈ શકે છે.

IPL 2025ના મેગા ઓક્શન અગાઉ ફ્રેન્ચાઇઝીઓ 4ની જગ્યાએ 8 ખેલાડીઓને રિટેન કરવાની માગ કરી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) જલદી જ બધી ફ્રેન્ચાઇઝીઓ સાથે IPL 2025ના મેગા ઓક્શનને લઈને મીટિંગ કરશે. BCCI અધિકારીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, વસ્તુ ખૂબ શરૂઆતી સ્તર પર છે. બોર્ડ લીગને આગળ વધારવા માટે ભલામણોની માગ કરી રહ્યું છે. ખેલાડીઓને બનાવી રાખવા, તેમાં એક મુખ્ય કારક છે. અનૌપચારિક ચર્ચાઓ મુજબ મોટા ભાગની ફ્રેન્ચાઇઝી એક પ્રાવધાન રાખવાના પક્ષમાં છે, જ્યાં તેઓ ઓક્શન અગાઉ 8 ખેલાડીઓને રિટેન કરી શકે છે.

ગત મેગા ઓક્શનમાં 4 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને એક ખેલાડીને રાઇટ ટૂ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરીને પાછો ખરીદી શકાય છે. તેનાથી ફ્રેન્ચાઇઝીને કુલ 5 ખેલાડીઓને બનાવી રાખવાની સંભાવના મળી હતી. જાણકારોએ કહ્યું કે, મોટા ભાગની ફ્રેન્ચાઇઝીઓને લાગે છે ટીમોના સંયોજનમાં નિરંતરતા જરૂરી છે. ટીમોએ હાલના પર્સને 90 કરોડ રૂપિયાથી વધારીને 100 કરોડ રૂપિયા કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે કેમ કે BCCIને ભારે મીડિયા અધિકારની ડીલ મળે છે.

રિપોર્ટ મુજબ, કેટલાક લોકોનું માનવું છે કે જો ટીમનું કોર એક વખત તૂટે છે તો તેનો કોઈ અર્થ નથી. ફ્રેન્ચાઇઝીઓએ જાણી લીધું છે કે કોર ટીમના મોટા હિસ્સાને બનાવી રાખવાની ભલામણ હોવી જોઈએ. આ સૂચન પર કેટલીક આપત્તિઓ છે. રાઇટ ટૂ મેચ કે વિદેશી ખેલાડીઓને રિટેન કરવાની સંખ્યા પર કોઈ વિશેષ ચર્ચા કરવામાં આવી છે. સાથે જ જાણકારોએ એમ પણ કહ્યું કે, આ મીટિંગ 16 એપ્રિલે થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp